________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૭૦
શ્રી નમિરાજા
૩%.
નમિરાજા અને ચંદ્રયશા બને સહોદરને લડતાં બચાવ્યા અને ચંદ્રયશાએ રાજ્ય નમિરાજાને સોંપી દીક્ષા લીધી તે વાત આપણે મદનરેખાના ચરિત્રમાં જોઈ.
નમિરાજા ન્યાયમાર્ગે રાજ્ય ચલાવતા હતા. ચંદ્રયાનું રાજ્ય લીધા પછી લગભગ ૬ મહિને તેમને દાહ જવર ઉત્પન્ન થયો. વૈદ્યો તેમની દવા કરતા હતા. પણ દાહ જવરમાં કિંચિત માત્ર ફેર પડતો ન હતો. દાહ જુવરને શાંત કરવા તેમની રાણીઓ ચંદન ઘસતી હતી. તેમના ચૂડલાનો અવાજ નમિરાજાને અત્યંત વેદના કરતો હતો. તેમણે કહ્યું, મને આ દારણ અવાજ શેનો સંભળાય છે? તેના જવાબમાં સેવકોએ ચંદન ઘસાતું હતું તેમ જણાવ્યું અને કહ્યું કે, ચંદન ઘસતી રાણીઓના હાથ ઉપરનાં કંકણોનો આ અવાજ છે ત્યારે બધી રાણીઓએ એકેક કંકણ રાખી બાકીનાં કંકણ કાઢી નાખ્યાં જેથી થતો અવાજ બંધ થઈ જાય. વધારાનાં કંકણો ઉતારી નાખવાથી અવાજ બંધ થયો. આમ થવાથી નમિરાજાએ પૂછ્યું કે, હવે કેમ અવાજ બંધ છઈ ગયો ? ત્યારે સેવકોએ જણાવ્યું કે, એક સૌભાગ્યનું કંકણ રાખીને બાકીનાં બધાં ઉતારી નાખ્યાં છે. ત્યારે રાજા વિચારવા લાગ્યો, ઘણાં કંકણો હતાં તેનો અવાજ દુ:ખકારક હતો પણ ફક્ત એક જ કંકણ રહેવાથી એકદમ શાંતિ થઈ. એમ એકલાપણામાં જ મહા સુખ છે. જંજાળ વધવાથી દુ:ખ વધે છે, સુખ વધતું નથી. માટે આત્મહિત માટે જંજાળનો ત્યાગ કરવો એમ વિચારતાં મનથી નક્કી કર્યું કે, જો આ મારો દાહ જવર બિલકુલ શાંત થશે તો હું ચારિત્ર અંગીકાર કરીશ.” આમ વિચારી તેઓ સૂઈ ગયા. પ્રભાતે ઊઠ્યા ત્યારે દાહ જવર શાંત થઈ ગયો હતો. તે રાત્રે સ્વપ્નમાં તેમણે ઐરાવત હસ્તી અને મેરુ પર્વતને જોયેલ. આવા સુંદર સ્વપ્નના કારણે પણ રોગ દૂર થયો એમ નમિરાજા સમજ્યા. આ સ્વપ્નને ફરી ફરી વિચાર કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મેં પૂર્વ ભવે સાધુપણું પાળ્યું હતું, ત્યાંથી મૃત્યુ પામીને હું પ્રણત દેવ લોકે દેવતા થયો હતો, આમ જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાના પુત્રને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી નમિરાજાએ ચારિત્ર લીધું એટલે ઈંદ્રરાજા બ્રાહ્મણનું રૂપ લઈને તેમની પરીક્ષા કરવા આવ્યા અને કહે, “હે રાજન ! તેં રાજ્યનો તૃણવત્ ત્યાગ કર્યો તે બહુ