________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૭ર
અંબિકાદેવી
૩૫.
| ગિરનાર પર્વત પાસે એક નાનકડું ગામ. તેમાં એક બ્રાહ્મણ કુટુંબ વસે. દેવભટ્ટ નામના વડીલ મૃત્યુ પામ્યા હતા. તેમની વિધવા પત્ની દેવીલા પોતાના પુત્ર સોમભટ્ટ સાથે રહેતી હતી
સોમભટ્ટના વિવાહ અંબિકા નામની એક જૈન કન્યા સાથે થયાં હતાં. અંબિકાને જન્મથી જૈન ધર્મ મળ્યો હતો. જૈન સંસ્કાર હોવાથી દાન-ધર્મ બહુ વહાલો હતો. ઉપરાંત પરણ્યા બાદ સોમભટ્ટ સિવાય કોઈ પુરુષને રાગ ઈષ્ટિથી જોયો ન હતો, એવી સત્ત્વશીલ સતી સ્ત્રી હતી.
સોમભટ્ટને શ્રાદ્ધના દિવસો ઉપર શ્રદ્ધા હતા. પોતાના પિતાના શ્રાદ્ધનો દિવસ હતો. એ દિવસે એક મહાન તપસ્વી મુનિરાજ આવીને ઊભા. એક મહિનાના ઉપવાસના પારણે એ તપસ્વી ભિક્ષા માટે આવ્યા હતા.
અંબિકાએ ખૂબ હર્ષથી આદરપૂર્વક ભિક્ષા આપી. મુનિરાજ ધર્મલાભ કહી ચાલ્યા ગયા. બારણા પાસે ઊભેલી એક પાડોશણે આ જોયું અને કર્કશ અવાજે અંબિકાને કહ્યું, “અરે ! આ તેં શું કર્યું ? શ્રાદ્ધના દિવસે તેં પહેલું દાન મલિન કપડાંવાળા સાધુને આપ્યું ? શ્રાદ્ધનું અન્ન અને ઘર બન્ને અપવિત્ર કર્યો." અંબિકા, તો સાંભળ્યું ન સાંભળ્યું કરી ઘરમાં ચાલી ગઈ પણ પેલી પાડોશણ પોતાની વાત છોડે ખરી? એણે તો અંબિકાની સાસુ દેવીલાને જે બહાર ગયેલ તે આવી ત્યારે આ વાત વધારીને કરી અને દેવીલાનો ધ ભભૂકી ઊઠ્યો. અંબિકાને સંભળાવાય એટલું સંભળાવ્યું અને સોમભટ્ટ બહારથી આવ્યો તેને અંબિકાની આ રીતે ઘર અભડાવવાની વાત કરી. તે પણ ધિત થઈ ગયો અને અંબિકા તરફ ધસી જઈ બૂમો પાડી કહેવા લાગ્યો. “ઓ પાપિણી ! તેં આ શું કર્યું? હજ કુળદેવતાની પૂજા નથી કરી, પિતૃઓને પિંડ નથી આપ્યા ને તે મેલાઘેલા સાધુને દાન કેમ આપ્યું? નીકળી જા મારા ઘરમાંથી, ચાલી જા અહીંથી."
વેધ ચંડાળ છે ! એ ઘેધ જેને ચડે તે ચંડાળ જેવો ક્રૂર બની જાય છે. સોમભટ્ટ સતી સ્ત્રી પર અતિ વેધ કરી ઘર બહાર કાઢી મૂકી