________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૪ ઠેકાણે મારા આત્માને મિથ્થા સર્વજ્ઞ કહેવરાવ્યો અને સત્ય જેવા જણાતા મિથ્યા ઉપદેશ વડે સર્વ લોકોને છેતર્યા; અરે મને ધિક્કાર છે. મેં ગુરુના બે ઉત્તમ શિષ્યોને તેજોલેશ્યા વડે બાળી નાખ્યા; વળી છેવટે મારા આત્માનું દહન કરવા માટે મેં પ્રભુની ઉપર પણ તેજોલેશ્યા મૂકી. મને ધિક્કાર છે. અરે ! થોડા દિવસો માટે ઘણા કાળ સુધી નરકવાસમાં નિવાસ થાય તેવું અનાર્ય કાર્ય મેં આચર્યું. આવાં આવાં પશ્ચાત્તાપનાં વચનો બોલતો તેણે પોતાના બધા શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “હે શિયો સાંભળો. હું અહંત નથી તેમ કેવળી પણ નથી, હું તો પંખલીનો પુત્ર અને શ્રી વીર પ્રભુનો શિષ્ય ગોશાળો છું. મેં આટલા કાળ સુધી દંભથી મારા આત્માને અને લોકોને ઠગ્યા છે. મારી પોતાની જ તેજોલેશ્યાથી સ્વયં બળી રહેલો હું છદ્મસ્થપણે મૃત્યુ પામીશ. માટે મારા મરણ પછી મારા મૃત શરીરના ચરણને રજજુથી બાંધી મને આખા નગરમાં ઘસડજો. મરેલા શ્વાનની જેમ મને ખેંચતાં મારા મુખ ઉપર થંકજો અને આખી નગરીમાં ચૌટા, ચોક અને શેરીએ શેરીએ એવી ઉદ્દઘોષણા કરજો કે લોકોને દંભથી ઠગનાર, મુનિનો ઘાત કરનાર, જિન નહીં છતાં પોતાને જિન કહેવડાવનાર દોષનું જ નિધાન, ગુરુનો દ્રોહી અને ગુરુનો જ વિનાશ ઇચ્છનાર કંખલીનો પુત્ર આ ગોશાળો છે, તે જિન નથી. જિનેશ્વર ભગવાન તો સર્વશ, કરુણાનિધિ હિતોપદેશક શ્રી વીરપ્રભુ છે. આ ગોશાળો વૃથા અભિમાની છે” આ પ્રમાણે કરવાના તે વખતે હાજર રહેલા સર્વેને સોગંદ આપી ગોશાળો અત્યંત વ્યથાથી પીવતો છતો મૃત્યુ પામ્યો. એટલે તેના શિષ્યોએ લજજાથી તેના શબને તે કુંભારણના ઘરની બહાર કાઢી ગોશાળાએ છેલ્લે મરતાં કહેલાં વચનો મુજબ પગો દોરડાથી બાંધી ઉદ્ઘોષણાપૂર્વક ઘસડ્યું અને તેના ઉપાસકોએ મોટી સમૃદ્ધિથી તેનો અગ્નિસંસ્કાર કર્યો.
શ્રી વીર પ્રભુને ત્યાર બાદ શ્રી ગૌતમે પૂછ્યું કે, “હે સ્વામી ! ગોશાળો કઈ ગતિને પામ્યો ?' પ્રભુ બોલ્યા કે, અયુત દેવલોકમાં ગયો ગૌતમે ફરી વાર પૂછ્યું કે, "પ્રભુ ! એવો ઉન્માર્ગી અને અકાર્ય કરનાર દુરાત્મા ગોશાળો દેવતા કેમ થયો? એમાં મને મોટું આશ્ચર્ય થાય છે.” એટલે પ્રભુ બોલ્યા કે, "હે ગૌતમ ! અવસાન કાળે પણ પોતાના દુષ્ટ કૃત્યની નિંદા કરે છે, તેને દેવપણું દૂર નથી. ગોશાળાએ પણ તેમ કર્યું હતું." ગૌતમની વધુ પૂછપરછમાં પ્રભુએ કહ્યું કે, જરૂર તેને કરેલાં કર્મો બીજા જન્મમાં અવગતિએ જઈ ભોગવવા પડશે.
પોતાના ગુરુનો દ્રોહ ક્યારે પણ ન કરવો - એ આખી વાર્તાનો સારાંશ છે.