________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૩
ર્યો છે. માટે હવે તું ગરબડ બંધ કર તે ગોશાળાના શરીરમાં પ્રવેશ કરેલ હું જિન છું, સર્વજ્ઞ છું.”
ભગવાન બોલ્યા, હે ગોશાલક ! તું આવું જૂઠ બોલીને શા માટે તારી જાતને દુર્ગતિમાં નાખે છે ? તું પોતે જે ગોશાળો હતો તે જ તું આજે છે. કોઈના શરીરમાં પ્રવેશ કર્યાનું જૂઠું તું કેમ બોલે છે?" આ સાંભળીને આગમાં ઘી હોમાયું હોય તેમ ભગવાનને જેમ તેમ બોલવા લાગ્યો. આથી ત્યાં રહેલ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે મુનિઓથી આ સહન ન થયું. તે આગળ આવી ગયા અને ગોશાળાને ગમે તેમ બોલતો અટકાવવા કંઈક કહેવા લાગ્યા. ત્યાં ગોશાળાના મુખમાંથી આગ પ્રગટી અને તે બંનેને બાળીને ભસ્મ કરી નાખ્યા. ગુરુ પ્રત્યેની અગાધ ભક્તિને કારણે ભગવાને બોલવાની ના પાડવા છતાં અંદરનો ભક્તિભાવ ઊછળી આવ્યો, એથી શુભ લેગ્યામાં કાળ કરીને બંને દેવલોકમાં ગયા. ત્યાર બાદ ગોશાળાએ પ્રભુ તરફ તેજોવેશ્યા છોડી તે તેજલેશ્યાએ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દીધી અને પાછી ફરીને ગોશાળાના શરીરમાં પ્રવેશી કે તે આકુળ-વ્યાકુળ થઈ ગયો અને ધમપછાડા કરતો તે ત્યાંથી ચાલ્યો ગયો, જતાં જતાં તે બોલતો ગયો “ઓ મહાવીર ! તારું મોત છ જ માસમાં થઈ જશે.” ભગવંતે કહ્યું, “હે, ગોશાલક ! હું તો હજી સોળ વર્ષ સુધી આ પૃથ્વી પર વિચરીશ. પણ આ તારા શરીરમાં પ્રવેશેલ તેજોલેશ્યાથી તું સાત દિવસમાં મૃત્યુ પામીશ." ગોશાળો ત્યાંથી ચાલ્યો ગયો પણ તેના શરીરમાં વ્યાપેલી તેજોલેશ્યાને અંગે તેને ભયંકર દાહ ઉત્પન્ન થયો. રસ્તામાં તેની ભક્તાણી હાલાહલા કુંભારણનું ઘર આવ્યું. ત્રણ ચાર દિવસ ત્યાં રહ્યો. તેની દાહની પીડ વધતી જતી જાણીને ભક્તોનાં ટોળાં ગોશાળાને શાતા પૂછવા આવવા લાગ્યાં, ગોશાળાએ હાથમાં મઘનું પાન લઈને મઘ પીવા માંડ્યું અને ગાવા તેમ જ નાચવા લાગ્યો અને જેમ તેમ અસંબદ્ધ વચનો બોલતાં તેણે કહ્યું, હે શિયો ! મારા મરણ પામ્યા પછી મારા મૃત શરીરને સુગંધી જળથી સ્નાન કરાવી, સુગંધી વિલેપન કરજો, પછી તેની ઉપર ઉત્કૃષ્ટ વસ્ત્ર વીંટાળજો. પછી દિવ્ય આભૂષણોથી શણગારી તેને સહસ્ર પુરુષોએ વાહ્ય એવી શિબિકામાં બેસાડી ઉત્સવ સહિત બહાર કાઢજો અને તે વખતે આ ગોશાળક ચાલતી અવસર્પિણીનો ચોવીસમો તીર્થકર મોક્ષે ગયેલ છે એવી ઊંચે સ્વરે આખા નગરમાં ઉદ્દઘોષણા કરાવજો.” તેઓએ તેમ કરવાનું સ્વીકાર્યું. પછી સાતમે દિવસે ગોશાળાનું હૃદય ખરેખરું શુદ્ધ થયું, તેથી તેણે અત્યંત પશ્ચાત્તાપ કરવા માંડ્યો. અહો ! હું કેવો પાપી ! કેવો દુર્મતિ ! મેં મારા ધર્મગુરુ શ્રીવીર અહંત પ્રભુની મન-વચન-કાયાથી અત્યંત આશાતના કરી. મેં સર્વ