________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ર૦૩
સંતાડેલા મોદક નીચે સરી પડ્યા. તેથી તે અતિશય શરમાઈને એકદમ ત્યાંથી ભાગી ગયો. પછી મામાએ ભાણેજને પૂછ્યું કે, "આ મોદક ક્યાંથી આવ્યા ?” તે બોલ્યો કે, "તમારા પુત્રવિવાહના ઉત્સવમાં માંડવાએ મોદકની વૃષ્ટિ કરી." મામો બોલ્યો કે, "હે ભાણેજ ! તું આટલો જ્ઞાની ક્યાંથી થયો ?” તે બોલ્યો કે, “સર્વ વાત એકાંતે કહીશ."
પછી વિવાહનું સર્વકામ પૂર્ણ થયું, ત્યારે તેણે પોતાનું દેવ સ્વરૂપ પ્રગટ કરીને શ્રેષ્ઠીને સર્વવૃત્તાંત કહ્યો. પછી શ્રેષ્ઠીની સ્ત્રીને દેવતાએ કહ્યું કે, “હે સ્ત્રી! તારો પતિ કેવો પરમાત્માની ભક્તિમાં તત્પર છે ? તેવી તું પણ થા. તું જારપતિ સાથે હંમેશાં ક્રીડા કરે છે, તે વગેરે હું સર્વ જાણું છું. પરંતુ ત્રણ ભુવનના અદ્રિતીય શરણરૂપ શ્રી વીતરાગના ભક્તની તું ભાર્યા છે તેથી આજ સુધી મેં તારી ઉપેક્ષા કરી છે. માટે હવેથી તું સમગ્ર દંભ છોડીને ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કર. મનુષ્યો પૂર્વે અનંત વાર ભોગ ભોગવ્યા છતાં પણ અજ્ઞાન અને ભ્રમને લીધે ધારે છે કે, "મેં હજુ કોઈ પણ વખત ભોગ ભોગવ્યા જ નથી." એમ હોવાથી મૂર્ખ માણસોની કામભોગ સંબંધી તૃષ્ણા કોઈ પણ વખતે શાંત થતી નથી. તેઓને વૈરાગ્ય થવો તે પણ અતિ દુર્લભ જ છે. શ્રી આધ્યાત્મસારમાં કહ્યું છે કે, “જેમ સિંહોને સૌપ્યપણું દુર્લભ છે અને સર્પોને ક્ષમા દુર્લભ છે, તેમ વિષયમાં પ્રવૃત્ત થયેલા જીવોને વૈરાગ્ય દુર્લભ છે. તેથી હે સ્ત્રી ! આત્માને વિષે વૈરાગ્ય ધારણ કરીને અનેક ભવમાં ઉપાર્જન કરેલાં પાપકર્મનો ક્ષય કરવા માટે અને અનાદિ કાળની ભ્રાંતિના નાશને માટે સર્વથા દ્રવ્ય અને ભાવથી દંભનો ત્યાગ કરીને અનેક ઉત્તમ અને શુભ કાર્યોને વિષે ઉદ્યમ કર. દંભ એ સર્વ પાપનું મૂળ છે, તથા અનેક સદ્ગુણોનો નાશ કરનાર છે. કહ્યું છે કે, "જિવાના રસની લોલુપતા તજી શકાય છે, શરીર પરના અલંકારનો મોહ તજી શકાય છે, તેમ જ કામભોગ પણ તજી શકાય છે, પરંતુ દંભનું સેવન તજવું મુશ્કેલ છે." અને "જેમ સમુદ્રને ઓળંગનારા પુરુષોને નાવમાં એક લેશ માત્ર પણ છિદ્ર હોય તો તે ડૂબવાનું કારણ છે, તેમ જેનું ચિત્ત અધ્યાત્મ ધ્યાનમાં આસક્ત છે તેઓને થોડો પણ દંભ રાખવો ઉચિત નથી. કારણ કે તે સંસારમાં ડુબાડનાર છે.
ઇત્યાદિ ઉપદેશ સાંભળીને તે સ્ત્રી પ્રતિબોધ પામી, અને તેણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યાં. પછી દેવતા લક્ષ સોનૈયા શ્રેષ્ઠીને આપીને અંતર્ધાન થયો. અનુક્રમે ભોગસાર શ્રેષ્ઠી પોતાની પત્ની સહિત શ્રાવક ધર્મ પાળીને સ્વર્ગે ગયો અને ત્યાંથી અનુક્રમે થોડા જ ભવ કરીને તે મુક્તિ સુખને પામશે.
ભોગસાર શ્રેષ્ઠીની જેમ ધર્મ ક્થિામાં વિચિકિત્સાનો ત્યાગ કરવો, તેવા જીવોને દેવતાઓ પણ સેવકની જેમ સાંનિધ્ય કરે છે.