________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૦૨
જમીને સૂઈ ગયા. તે વખતે લાગ જોઈને પેલો જાર પુરુષ નીકળી ગયો. તે સર્વ દેવતા નો જાણે છે તો પણ તેણે મૌન રાખ્યું.
પછી ભાણેજે મામાને પૂછ્યું કે, આ તમારા શામલાના લગ્ન કેમ કરતા નથી?" ત્યારે મામાએ કહ્યું કે, હે ભાણેજ ! એ મનોરથ ધન વિના શી રીતે પૂર્ણ થાય?" ભાણેજ બોલ્યો કે, હે મામા ! ઊઠો. હું તમને પૃથ્વીમાં દાટેલું ધન બતાવું. એમ કહીને તે સ્ત્રીના દેખતાં તેણે પૃથ્વીમાં દાટેલું ધન કાઢી આપ્યું. તે જોઈને તે સ્વી વિલખી થઈ ગઈ અને મનમાં બોલી કે, "મેં ચોરી કરીને જેટલું ધન ગુમ રાખ્યું હતું તે સર્વ આણે પ્રગટ કર્યું. માટે આ ખરેખર કોઈ ડાકીની જ છે, નણંદનો દીકરો નથી. આ વળી અહીં ક્યાંથી આવ્યો? તો પણ હવે તો એનો અનુનય સારી રીતે કરું, નહીં તો એ કોપ્યો છતો મારી બધી ગુપ્ત વાત પ્રગટ કરશે." એમ વિચારીને અંદરથી કાલુષ્યભાવ રાખીને બહારથી મીઠી વાણીએ બોલી કે, હે ભાણેજ! તમારી બુદ્ધિને ધન્ય છે, અમારું દરિદ્રપણું તમે નાશ પમાડ્યું.”
પછી શુભ દિવસે શ્રેષ્ઠીએ પુત્રના વિવાહનો ઉત્સવ આરંભ્યો, તે વખતે પોતાના ઇષ્ટ જાપતિને તે સ્ત્રીએ આમંત્રણ આપ્યું અને સમજાવ્યું કે, "તારે સ્ત્રીવેષ ધારણ કરીને બધી સ્ત્રીઓ સાથે જમવા આવવું. તેથી લગ્નને દિવસે ભોજન વખતે જે જાર સ્ત્રીનો વેષ પહેરીને આવ્યો. તેને સ્ત્રીઓની મધ્યમાં બેઠેલો જોઈને ભાણેજ બોલ્યો કે, "મામા! આજે હું પીરસવા માટે રહીશ." મામા એ કહ્યું કે, બહુ સારું." એટલે તે પીરસવા લાગ્યો. પીરસતાં પીરસતાં
જ્યારે તે પેલા જાર પાસે ગયો, ત્યારે તેણે ધીમેથી કહ્યું કે, તું ગમાણમાં જર્જરિત થયો હતો તે જ કે?" ત્યારે તેણે ના કહી. આ પ્રમાણે બે ત્રણ વાર કહ્યું, ત્યારે બીજાઓએ ભાણેજને પૂછ્યું કે, "તું વારંવાર એ મુગ્ધબાળાને શું પૂછે છે ?” ત્યારે ભાણેજ બોલ્યો કે, "આ સ્ત્રીને હું પીરસવા જાઉં છું ત્યારે તે કંઈ પણ લેતી નથી, અને સર્વ પકવાન્નનો નિષેધ કરે છે. ત્યારે હું તેને કહું છું કે, “હે સ્ત્રી! જ્યારે તું જરા પણ જમતી નથી, ત્યારે સ્ત્રીઓની મધ્યે બેસવું તારે યોગ્ય નથી. તું થોડી ભૂખી જણાય છે. આ પ્રમાણે બોલીને તે દેવતાએ તેને કંઈ પણ પીરસ્યું નહીં, ત્યારે ભોગવતીને તેના વિષે ઘણો ઉચાટ થયો. તેથી જ્યાં બેઠી હતી ત્યાંથી ઊઠી અને ગુપ્ત રીતે લાડવા લઈને તેના ભાણામાં પીરસી દીધા. તેમાંથી તે જારે થોડા ખાધા અને ચાર લાડવા પોતાની કુક્ષિમાં સંતાડ્યા.
પછી સર્વ સ્ત્રીઓ જમી ઊઠી, ત્યારે ભાણેજ બોલ્યો કે, “દરેક સ્ત્રીએ મારા મામાના માંડવાને અક્ષતથી વધાવવો. તે સાંભળીને જ્યારે બધી સ્ત્રીઓએ માંગલિક માટે તે માંડવો વધાવ્યો ત્યારે તે જાર સ્ત્રી માંડવો વધાવવા આવી નહીં. તેથી ભાણેજ બોલ્યો કે, હે માતા! તમે કેમ વધાવતાં નથી ? સ્ત્રીઓની પંક્તિમાં જમવા બેઠાં અને હવે પંક્તિથી જુદા પડવું યોગ્ય નથી." તે સાંભળીને તે પણ મંડપ નીચે નમી વધાવવા લાગી, એટલે તેની કુક્ષિમાંથી