________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૯૮
માલણે કહ્યું કે, તે માટે દ્રવ્ય ઘણું જોઈશે, કારણ કે ધન એ જ મનુષ્યોનું વશીકરણ છે. અશોકે કહ્યું કે, જો તે કાર્ય સિદ્ધ થશે તો અર્ધ લક્ષ દ્રવ્ય આપીશ. આથી માલણ સંતુષ્ટ થઈ શિયલવતીની પાસે ગઈ અને શિયલવતીને બધો વૃત્તાંત જણાવ્યો. શિયલવતીએ મનમાં વિચાર્યું કે, પરસ્ત્રીના શીલનું ખંડન કરવા ઇચ્છનાર આ પુરુષ તેનાં પાપનું ફળ ભોગવો. એમ વિચારી તેણે તે વાત કબૂલ કરી, અને માલણની પાસે અર્ધ લક્ષ દ્રવ્ય માંગ્યું. માલણે તે આપવા કબૂલ કર્યું, એટલે મળવાનો દિવસ નક્કી કર્યો. પછી શિયલવતીએ પોતાની બુદ્ધિથી વિચાર કરી ઘરના એક ઓરડામાં કૂવા જેવો ઊંડો ખાડો કરાવ્યો, અને તેની ઉપર પાટી વગરનો માંચો મૂકી તેની ઉપર ઓછાડ પોચો પોચો બાંધી રાખ્યો. મળવાનો સમય થતા અશોક મંત્રી પોતાના આત્માને કૃતાર્થ માનતો અર્ધલક્ષ દ્રવ્ય લઈ ત્યાં આવ્યો.અગાઉથી શિખવી રાખેલી દાસીએ કહ્યું કે, 'લાવેલું દ્રવ્ય મને આપો અને અંદર માંચા ઉપર જઈને બેસો. અશોક અર્ધ લક્ષ દ્રવ્ય આપી ઉતાવળો તે અંધકારવાળા ઓરડામાં જઈ માંચા ઉપર બેઠો, તેવો તરત જ સંસારમાં બહુ કર્મી પ્રાણી પડે તેમ તે ખાડામાં પડ્યો.
ખાડામાં પડેલો અશોક જ્યારે સુધાતુર થતો ત્યારે ઉપરથી શિયલવતી ખપ્પર પાત્રમાં અન્ન -પાણી આપતી હતી. એવી રીતે બહુ દિવસ તેમાં રહેવાથી અશોકનો અ નીકળી ગયો અને મંત્રી શોકરૂપ થઈને રહ્યો.
એક માસ વીત્યા છતાં અશોક મંત્રી પાછો ન આવવાથી કામકુર નામે બીજો મંત્રી તેવી જ પ્રતિજ્ઞા લઈને આવ્યો. શિયલવતીએ તેની પાસેથી પણ અર્ધલક્ષ દ્રવ્ય લઈને તે જ ખાડામાં તેને નાખ્યો. પછી એક માસે લલિતાંગ નામે ત્રીજો મંત્રી આવ્યો. તેને પણ અર્ધ લાખ દ્રવ્ય લઈ તે જ ખાડામાં નાખી દીધો. ચોથે માસે રતિ કેલી નામે મંત્રી આવ્યો, તેને પણ બધાની માફક અર્ધ લક્ષ દ્રવ્ય લઈ તે જ ખાડામાં નાખ્યો. આ પ્રમાણે તે ચારે મંત્રીઓ ચતુર્ગતિરૂપ સંસારમાં દુઃખનો અનુભવ કરતા જીવોની જેમ તે પાતાળ જેવા ખાડામાં દુ:ખનો અનુભવ કરવા લાગ્યા.
અનુક્રમે સિંહ રાજા શત્રુઓનો જય કરી પાછો આવ્યો અને મોટા ઉત્સવ સાથે તેણે નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે પેલા મંત્રીઓએ શિયલવતીને કહ્યું કે, હે સ્વામીની ! અમે તમારું માહાત્મ જોયું, તેમ અમારા કૃત્યનું ફળ પણ ભોગવ્યું. માટે હવે અમને બહાર કાઢો.
શિયલવીએ કહ્યું કે, જયારે હું ભવતું (થાઓ) એમ કહું ત્યારે તમારે બધાએ ભવતું એમ કહેવું મંત્રીઓએ તે કબૂલ કર્યું. પછી શિયલવતીએ પોતાના પતિને કહીને રાજાને ભોજનનું આમંત્રણ આપ્યું. આગળના દિવસે સર્વ ભોજનસામગ્રી તૈયાર કરી તે ખાડવાળા ઓરામ રાખી. ભોજન કરવા આવવાના દિવસે રસોડામાં અગ્નિ પણ સળગાવ્યો નહી, અને જળને સ્થાને જળ પણ રાખ્યું નહીં. તેમ કાંઈ પણ ભોજનસામગ્રી ત્યાં રસોડામાં રાખી