________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૯૯
નહીં. રાજા ભોજન કરવાને આવ્યો, પણ તેણે કોઈ ભોજનની સામગ્રી જોઈ નહીં તેથી આશ્ચર્ય પામી ભોજન કરવા બેઠો. પછીશિયલવતી સ્નાન કરી પેલા ઓરડામાં જઈ પુષ્પમાળા હાથમાં રાખી ધૂપ-દીપ કરી બેઠી અને બોલી કે, રાજા ભોજન કરવાને માટે આવ્યા છે માટે નાના પ્રકારના પકવાન ભવતુ (થઈ જાઓ)." એટલે ખાડામાં રહેલા તે ચાર મંત્રીઓએ ઊંચા સ્વરે કહ્યું કે, “ભવન્ત." પછી મોદક વગેરે સામગ્રી તે ઓરડામાંથી બહાર લાવવામાં આવી. પછી વૃત, શાક વગેરેને માટે પણ તેમ જ કહ્યું. તે બધી વખત ભવન્ત" એ શબ્દ કહ્યો. એવી રીતે રાજાનું ભોજન સંપૂર્ણ થયું. પછી તાંબુલ વગેરે આપીને મંત્રી અજિતસેન રાજાના ચરણમાં પડ્યો, એટલે રાજાએ પૂછ્યું કે, 'મંત્રી! આ પ્રમાણે રસોઈ શાથી તૈયાર થઈ?' મંત્રીએ કહ્યું કે, તે ઓરડામાં મને પ્રસન્ન થયેલા ચાર યક્ષો છે કે જે માગીએ તે આપે છે. રાજાએ કહ્યું કે, તે અમને આપો, કારણ કે જ્યારે નગરની બહાર જવું પડે છે, ત્યારે ત્યાં જે ભોજન માગીએ તે વચન માત્રમાં જ થઈ જાય. રાજાના આગ્રહથી મંત્રીએ તેમને આપવાનું કબૂલ કર્યું.
પછી રાજાથી ગુપ્ત રીતે તે ચારેને ખાડામાંથી કાઢી સારા મોટા કરંડિયામાં તેમને નાખ્યા અને સારાં વસ્ત્રથી તેને ટૂંકી આ યક્ષનું સ્વરૂપ કોઈને બતાવવું નહીં એમ કહી રાજાને અર્પણ કર્યા. રાજા તે કરંડિયાને રથમાં મૂકી પોતે આગળ પેદલ ચાલી રસ્તે પવિત્ર જળ છંટાવતો દરબારમાં લાવ્યો. અંત:પુરની સ્ત્રીઓ પાછળ પાછળ ચાલતી તે યક્ષોના ગુણ ગાવા લાગી. આવી રીતે તેમને દરબારમાં લાવીને એક પવિત્ર સ્થાનકે રાખ્યા; અને સવારને માટે રસોઈ તૈયાર કરવાની રસોઈઆને ના પાડવામાં આવી. પ્રભાતકાળ થતાં ભોજન વખતે પવિત્રપણે તેમની પૂજા કરી. રાજાએ વિજ્ઞપ્તિ કરી કે, 'સ્વામી! પકવાન તથા દાળ ભાત આપો, અને જાતજાતનાં શાક અને ભોજન પદાર્થ આપો.' એટલે એ ચારે જણે “ભવંતુ” એમ કહ્યું, પણ કાંઈ થયું નહીં, એટલે રાજાએ કરંડીઓ ઉધાડ્યા, ત્યાં તો તેમાં ચાર પિશાચના જેવા મનુષ્યો જોવામાં આવ્યા. દાઢી, મૂછ, અને માથાના કેશ વધ્યાં હતાં. ડાચાં ગળી ગયાં હતાં, સુધાથી કૃશ થઈ ગયા હતા, અને નેત્ર ઊંડાં ગયાં હતાં. રાજાએ તેઓને ઓળખ્યા, એટલે તે હાસ્યમંત્રીઓ કાગડાની જેમ ઉપહાસયને પાત્ર થયા. રાજાએ હકીકત પૂછી એટલે તેમણે સર્વ વૃત્તાંત જણાવ્યો. તેથી રાજા આશ્ચર્ય પામી મસ્તક ધુણાવવા લાગ્યો, અને શિયલવતીનું શીલ, તેની બુદ્ધિનો પ્રકાશ અને પુષ્પમાલા કરમાણી નહીં તેનું કારણ રાજાના જાણવામાં આવ્યું. આથી શિયલવતીની લોકમાં મોટી પ્રતિષ્ઠા થઈ. પછી તે દંપતી અનુક્રમે દીક્ષા લઈ અવસાન પામી પાંચમે દેવલોકે ગયાં અને અનુકમે મોક્ષને પણ પ્રાપ્ત કરશે.