________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૯૩
તે કુલટાને પકડી તેને બધાની સ્ત્રી તરીકે રાખી લીધી થોડા દિવસોમાં ચોરોને થયું કે, આ બિચારી એકલી છે, તેથી આપણા બધાની સાથે ભોગવિલાસ કરવાથી જરૂર થોડા સમયમાં તે મૃત્યુ પામી જશે. માટે કોઈ બીજી સ્ત્રી લાવીએ તો ઠીક' આવા વિચારથી તેઓ એક બીજી સ્ત્રીને પકડી લાવ્યા, ત્યારે પેલી કુલટા સ્ત્રી ઈર્ષાથી તેનાં છિદ્ર શોધવા લાગી અને પોતાના વિષયમાં ભાગ પડાવનારી લાગી. એક વખત બધા ચોરો કોઈ ઠેકાણે ચોરી કરવા ગયા હતા, તે વખતે છળ કરી તે કુલટા પેલી સ્ત્રીને કંઈક નવું બતાવવાનું બહાનું બતાવી એક કૂવા પાસે લઈ ગઈ અને કૂવામાં તેને જોવા કહ્યું. તે સરળ સ્ત્રી તે કૂવામાં જોવા ગઈ એટલે તેને ધક્કો મારી કૂવામાં નાખી દીધી. ચોરોએ આવીને પૂછ્યું કે, 'પેલી સ્ત્રી ક્યાં છે ? તેણે કહ્યું, 'મને શી ખબર, તમે તમારી પત્નીને કેમ જાળવતા નથી. ચોરો સમજી ગયા કે જરૂર તે બિચારીને આગે ઈર્ષાથી મારી નાખી છે. પેલો બ્રાહ્મણ ચોર બન્યો હતો તેણે વિચાર્યું કે, શું આ મારી ભગિની તો નહીં હોય ?' તેવામાં તેણે સાંભળ્યું કે, અહીં સર્વજ્ઞ પધાર્યા છે, એટલે તે અહીં આવ્યો અને પોતાની બેનના દુઃશીલ વિશે પૂછવાની લજજા થવાથી તેણે પ્રથમ મનથી જ પૂછ્યું, પછી મેં કહ્યું કે, 'વાણીથી પૂછે એટલે તેણે પાસા, સાસા, એવા અક્ષરોથી તે સ્ત્રી શું મારી બહેન છે ? એમ પૂછ્યું. તેનો અમોએ એવં એટલો જ ઉત્તર આપીને, તે તેની બહેન છે એમ જણાવી દીધું. આ પ્રમાણે રાગદ્વેષાદિકથી મૂઢ થયેલાં પ્રાણીઓ આ સંસારમાં ભવભવ ભમે છે અને વિવિધ દુ:ખ ભોગવ્યા કરે છે.
આ પ્રમાણે સર્વ હકીકત સાંભળી તે બ્રાહ્મણ પુરુષે પરમ સંવેગને પામીને પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી અને પાછો પલ્લીમાં આવી તેણે ચારસો નવાણું ચોરને પ્રતિબોધી તે બધાને પણ વ્રત ગ્રહણ કરાવ્યું.
યોગ્ય સમયે મૃગાવતીએ ઊઠી પ્રભુને નમીને કહ્યું કે, ચંડપ્રઘાત રાજાની આજ્ઞા મેળવીને હું દીક્ષા લઈશ. પછી ચંડપ્રોત પાસે આવીને કહ્યું કે, જો તમારી સંમતિ હોય તો હું દીક્ષા લઉં, કારણ કે હું આ સંસારથી ઉદ્વેગ પામી છું, અને મારો પુત્ર તો તમને સોંપી જ દીધો છે.” તે સાંભળી પ્રભુના પ્રભાવથી પ્રદ્યોત રાજાનું વૈર શાંત થઈ ગયું એટલે તેણે મૃગાવતીના પુત્ર ઉદયનને કૌશાંબીનગરીનો રાજા કર્યો અને મૃગાવતીને દીક્ષા લેવાની આજ્ઞા આપી. પછી મૃગાવતીએ પ્રભુની સમીપે દીક્ષા લીધી. તેની સાથે અંગારવતી વગેરે રાજાની આઠ સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી. પ્રભુએ કેટલીક
૧૩.