________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૯૨
આપણા જીવિતને પણ ધિક્કાર છે કે જેથી આપણે અહીં કારાગૃહની જેમ બંદીવાન થઈને રહીએ છીએ. આપણો પાપી પતિ યમદૂતની જેમ કદી પણ બહાર જતો નથી, પરંતુ આજે તે કાંઈક ગયો છે એટલું સારું થયું છે, માટે ચાલો, આજે તો આપણે થોડી વાર સ્વેચ્છાએ વર્તીએ." આવો વિચાર કરીને સર્વ સ્ત્રીઓએ સ્નાન કરી, અંગરાગ લગાવી ઉત્તમ પુષ્પમાળાદિ ધારણ કરી, સુશોભિત વેષ ધારણ ર્યો. પછી સર્વે દર્પણ લઈ પોતપોતાનું રૂપ તેમાં જોતી હતી, તેવામાં તે સોની આવ્યો અને આ બધું જોઈને અંત્યત લેધ પામ્યો; તેથી તેઓમાંથી એક સ્ત્રીને પકડી તેણે એવી મારી છે, જેથી હાથીના પગ નીચે ચંપાયેલી કમળનીની જેમ તે મૃત્યુ પામી ગઈ. તે જોઈ બીજી સ્ત્રીઓએ વિચાર કર્યો કે, આવી રીતે આપણને પણ આ દુષ્ટ મારી નાખશે, માટે આપણે એકઠી થઈને તેને જ મારી નાખીએ. આવા પાપી પતિને જીવતો રાખવાથી શું ફાયદો છે? આવો વિચાર કરીને તે બધીએ નિઃશંક થઈને ચારસો ને નવાણું દર્પણો તેની ઉપર ફેંક્યા, તેથી તત્કાળ તે સોની મૃત્યુ પામી ગયો. પછી સર્વ સ્ત્રીઓ પશ્ચાત્તાપ કરતી છાતી ચિતવત ગૃહને બાળી દઈ તેની અંદર રહી પોતે પણ બળીને મૃત્યુ પામી પશ્ચાત્તાપના યોગે અકામ નિર્જરા થવાથી તે ચારસો ને નવાણું સ્ત્રીઓ મરણ પામીને પુરુષપણે ઉત્પન્ન થઈ. દુદૈવયોગે તેઓ બધાં એકઠાં મળી, કોઈ અરણ્યમાં કિલ્લો કરીને રહેતાં છતાં ચોરી કરવાનો ધંધો કરવા લાગ્યા. પેલો સોની મૃત્યુ પામીને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયો. તેની એક પત્ની જે પ્રથમ મરી ગઈ હતી તે પણ તિર્યંચમાં ઉત્પન્ન થઈ અને બીજા ભવે બ્રાહ્મણના કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થઈ. તેની પાંચ વર્ષની વય થતાં પેલો સોની તે જ બ્રાહ્મણના ઘરે તેની બહેનપણે ઉત્પન્ન થયો.
મોટો ભાઈ તેની બહેનનું સારી રીતે પાલન કરતો હતો, તથાપિ અતિ દુષ્ટતાથી તે રોયા કરતી હતી. એક વખતે તે દ્વિજ પુત્ર તેના ઉદરને પંપાળતાં અચાનક તેના ગુહ્ય સ્થાને અડક્યો, એટલે તે રોતી બંધ થઈ. તે ઉપરથી તેણીના રુદનને બંધ કરાવવાનો તે ઉપાય સમજ્યો. પછી જ્યારે તે રોતી ત્યારે તે તેના ગુહ્યસ્થાનને સ્પર્શ કરતો હતો એટલે તે રોતી રહી જતી હતી. એક વખતે તેનાં માતાપિતાએ તેને તેમ કરતો જોયો એટલે બ્રેધમાં કાઢી મૂક્યો. તે કોઈ ગિરિની ગુફામાં ચાલ્યો ગયો. અનુક્રમે જે જગ્યાએ પેલા ચારસો નવાણું ચોર રહેતા હતા, ત્યાં તે જઈ પહોંચ્યો અને તેમના ભેગો તે ધંધામાં ભળી ગયો.
તેની બહેન જે ડિજ ઘરે મોટી થતી હતી તે યુવાવસ્થાએ પહોંચતાં કુલટા થઈ. તે સ્વેચ્છાએ ફરતાં ફરતાં એકાદ ગામમાં આવી. પેલા ચોરોએ એ ગામ લૂટયું અને