________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૯૪
શિક્ષા આપીને તેમને ચંદના સાધ્વીને સોંપી. તેઓએ સાધ્વી ચંદનબાળાની સેવા કરીને સર્વ સમાચારી જાણી લીધી.
ભવ્ય જનોને પ્રતિબોધ કરતાં શ્રી વીર ભગવંત ફરીને કૌશાંબી નગરીએ પધાર્યા. દિવસને છેલ્લે પહોરે ચંદ્ર સૂર્ય શાશ્વત વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા. તેઓના તેજથી આકાશમાં ઉદ્યોત થયેલો જોઈ લોકો કૌતુકથી ત્યાં જ બેસી રહ્યા. રાત્રી જાણીને પોતાને ઊઠવાનો સમય સમજી ચંદના સાધ્વી પોતાના પરિવાર સાથે વીર પ્રભુને નમીને પોતાને ઉપાશ્રયે ગયાં, પરંતુ મૃગાવતી સૂર્યના ઉદ્યોતના તેજ વડે દિવસના ભ્રમથી રાત્રે. થયેલી જાણી નહીં, તેથી તે ત્યાં જ બેસી રહી. પછી જ્યારે સૂર્ય-ચંદ્ર ચાલ્યા ગયા, ત્યારે મૃગાવી રાત્રી પડી ગઈ જાણી કાળાતિક્રમણના ભયથી ચકિત થઈ ઉપાશ્રયે આવી. ચંદનાએ તેને કહ્યું કે, 'અરે ! મૃગાવતી ! તારા જેવી કુલીન સ્ત્રીને રાત્રે એકલા બહાર રહેવું શું શોભે છે ? આ વચન સાંભળીને મૃગાવતી ચંદનાને વારંવાર ખમાવા લાગી. તેમ કરતાં કરતાં શુભ ભાવ વડે ધાતી કર્મના ક્ષયથી મૃગાવતીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે નિદ્રાવશ થયેલી ચંદનાની પડખેથી સર્પ જતો હતો, તેને કેવળજ્ઞાનની શક્તિથી જોઇને મૃગાવતીએ તેમનો હાથ સંથારા પરથી ઊંચો લીધો, તેથી ચંદનાએ જાગીને પૂછ્યું કે, મારો હાથ કેમ ઊંચો કર્યો ?' મૃગાવતી બોલી, 'અહીં મોટો સર્પ જતો હતો, ચંદનાએ પૂછ્યું કે, અરે મૃગાવતી, આવા અંધારામાં તે શી રીતે સર્પને જોયો ? આથી મને વિસ્મય થાય છે.' મૃગાવતી બોલી, 'હે ભગવતી ! મેં મને ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન ચક્ષુથી તેને દીઠો. તે સાંભળીને, અરે ! કેવળીની આશાતના કરનારી એવી મને ધિક્કાર છે !' એવી રીતે પોતાના આત્માની નિંદા કરતાં ચંદનાને પણ કેવળજ્ઞાન થયું.
નોંધ : મૃગાવતીને કેવળજ્ઞાનની વિગત ચંદનબાળાના ચરિત્રમાં આવી ગઈ હોવા છતાં રસ ક્ષતિ ન થાય તે માટે અત્રે ફરીથી લખી છે.
અતિશય લાડથી બાળકો બગડશે.
લક્ષ્મી મદ આપી શકે, સંસ્કાર નહિ. પોતાના અંતરને ઓળખ્યું તેણે વિશ્વ ઓળખ્યું. માયાળુ શબ્દ કદી નકામા જતા નથી.
નબળી વાતો કરનાર કદી સફળ થાય નહિ.