________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૮૯
શકે? આવા કોપથી તેનો તે દોષ જણાવીને રાજાએ તેને પકડીને રક્ષકોને સ્વાધીન કર્યો. તે વખતે બીજા ચિત્રકારોએ મળીને રાજાને કહ્યું કે, હે સ્વામી ! એ ચિત્રકાર કોઈ યક્ષ દેવના પ્રભાવથી એક અંશ જોઈને આખું સ્વરૂપ યથાવત્ આલેખી શકે છે, માટે આમાં તેનો અપરાધ નથી” તેમનાં આવાં વચનથી શુદ્ર ચિત્તવાળા રાજાએ તે ઉત્તમ ચિત્રકારની પરીક્ષા કરવાને માટે એક કુબડી દાસીનું મુખ માત્ર તેને બતાવ્યું. તે ઉપરથી તે ચતુર ચિતારે તેનું યથાર્થ સ્વરૂપ આલેખી બતાવ્યું. તે જોઈ રાજાને ખાત્રી થયાં છતાં ઈર્ષા આવી તેથી બ્રેધ વડે તે ચિત્રકારના જમણા હાથના અંગૂઠો તેણે કપાવી નાખ્યો. - તે ચિત્રકારે પેલા યક્ષ પાસે જઈ ઉપવાસ કર્યા. એટલે યક્ષે તેને કહ્યું કે, "તું વામ હસ્તથી પણ તેવાં ચિત્રો કરી શકીશ યક્ષે આવું વરદાન આપ્યું.
ચિત્રકારે કોધથી વિચાર્યું કે, “શતાનિક રાજાએ મારી નિરપરાધીની આવી દશા કરી, માટે હું કોઈ ઉપાયથી તેનો બદલો લઉં." આવો વિચાર કરીને તેણે એક પાટિયા ઉપર વિશ્વભૂષણ મૃગાવતી દેવીને અનેક આભૂષણો સહિત આલેખી, અને પછી સ્ત્રીઓના લોલુપી અને પ્રચંડ એવા ચંડપ્રદ્યોત રાજાની પાસે જઈને તે મનોહર ચિત્ર બતાવ્યું. તે જોઈ ચંદ્રપ્રદ્યોતે કહ્યું કે, “હે ઉત્તમ ચિત્રકાર ! તારું ચિત્રકૌશલ્ય ખરેખર વિધાતા જેવું જ છે એમ હું ધારું છું. આવું સ્વરૂપ આ માનવલોકમાં પૂર્વે કદી પણ જોવામાં આવ્યું નથી, તેમ જ સ્વર્ગમાં આવું રૂપ હોય તેમ સાંભળવામાં પણ આવ્યું નથી. તે ચિત્રકાર ! આવી સ્ત્રી ક્યાં છે? તે ખરેખર કહે તો તરત જ હું તેને પકડી લાવું, કેમ કે એવી સ્ત્રી કોઈ પણ સ્થાને હોય તો તે માટે લાયક છે." રાજાનાં આવાં વચન સાંભળી, હવે મારો મનોરથ પૂરો થશે એવું ધારી, ચિત્રકારે હર્ષિત થઈને કહ્યું કે, હે રાજા ! કૌશાંબી નગરીમાં શતાનિક નામે રાજા છે. તેની મૃગાવતી નામે આ મૃગાક્ષી એ સિંહ જેવા પરાક્રમી રાજાની પટરાણી છે. તેનું યથાર્થ રૂપ આલેખવાને તો વિશ્વકર્મા પણ સમર્થ નથી. મેં તો આમાં જરા માત્ર રૂપ જ આલેખ્યું છે." ચંડપ્રદ્યોતે કહ્યું કે, અમૃગના દેખતાં સિંહ જેમ મૃગલીને ગ્રહણ કરે, તેમ હું શતાનિક રાજાના દેખતાં એ મૃગાવતીને ગ્રહણ કરીશ. તથાપિ રાજનીતિ પ્રમાણે પ્રથમ તેની માગણી કરવાને દૂત મોકલવો યોગ્ય છે, કે જેથી મારી આજ્ઞા માને તો કાંઈ પણ અનર્થ ન થાય એવો વિચાર કરીને ચંડપ્રદ્યોતે પોતાના દૂતને સમજાવીને શતાનિક રાજા પાસે મોકલ્યો. તે દૂતે શતાનિક રાજાની પાસે આવી આ પ્રમાણે કહ્યું, “હે શતાનિક રાજા ! ચંડપ્રદ્યોત રાજા તમને આજ્ઞા કરે છે કે, તેં દૈવયોગથી મૃગાવતી દેવીને પ્રાપ્ત કરી છે,