________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૮
ગરીબ ઉપર પ્રસન્ન થયા હો તો હું એવું વરદાન માગું છું કે, હવેથી કોઈ ચિત્રકારને મારશો નહીં." યક્ષ બોલ્યો : "મેં તને માર્યો નહીં, ત્યારથી જ હવે કોઈને પણ મારવાનું બંધ છે. પણ તે ભદ્ર ! તારા સ્વાર્થની સિદ્ધિને માટે કાંઈ બીજું વરદાન માગી લે" યુવાન ચિત્રકાર બોલ્યો : "હે દેવ ! આપે આ નગરમાંથી મહામારીને નિવારી, તો એટલાથી જ હું કૃતાર્ત થયો છું. યક્ષ વિસ્મય પામીને બોલ્યો : "કુમાર ! પરમાર્થને માટે તેં વરદાન માગ્યું, તેથી હું તારી ઉપર પુનઃ સંતુષ્ટ થયો છું, માટે સ્વાર્થને માટે કંઈ વરદાન માગી લે." ચિત્રકાર બોલ્યો : "હે દેવ ! જો વિશેષ સંતુષ્ટ થયા હો તો મને એવું વરદાન આપો કે, જે કોઈ મનુષ્ય, પશુ કે બીજાનો હું એક અંશ જોઉં તો તે અંશને અનુસારે તેના આખા સ્વરૂપને વાસ્તવિક આલેખવાની મને શક્તિ પ્રાપ્ત થાય." યક્ષે તથાસ્તુએમ કહ્યું. પછી નગરજનોથી બહુમાન પામી તે ત્યાંથી પેલી વૃદ્ધા તથા પોતાના મિત્ર ચિત્રકારની રજા લઈને શતાનિક રાજાથી અધિષ્ઠિત કૌશાંબી નગરીમાં આવ્યો.
કૌશબીમાં એકદા રાજા લક્ષ્મીથી ગર્વિત એવો રાજસભામાં બેઠો હતો. તે વખતે તેને પરદેશ જતા-આવતા એક દૂતને પૂછ્યું કે હે દૂત ! જે બીજા રાજા પાસે છે અને મારી પાસે નથી એવું શું છે તે કહે." દૂત બોલ્યો કે, હે રાજન ! તમારે એક ચિત્રસભા નથી. તે સાંભળી શતાનિક રાજાએ પોતાના નગરમાં વસતા ચિત્રકારોને બોલાવી એક ચિત્રસભા બનાવવા આજ્ઞા કરી. ચિત્ર દોરવાને માટે દરેક ચિત્રકારને પોતાને જરૂરી જગ્યા વહેંચી આપી, તેમાં પેલા યુવાન ચિત્રકારને અંત:પુરની નજીકનો એક ભાગ ચિત્રકામ માટે મળ્યો. ત્યાં ચિત્રકામ કરતાં એક બારીમાંથી મૃગાવતી દેવીનો અંગૂઠો તેના જોવામાં આવ્યો તે ઉપરથી આ મૃગાવતી દેવી હશે એવું અનુમાન કરીને તે ચિત્રકારે યક્ષરાજના વરદાનથી તેનું સ્વરૂપ યથાર્થ રીતે આલેખવા માંડ્યું. છેવટે તેનાં નેત્ર આલેખતાં પીંછીમાંથી મલીનું બિંદુ ચિત્રમાંના મૃગવતી દેવીના સાથળ ઉપર પડ્યું, એટલે તત્કાળ ચિત્રકારે તે લૂછી લીધું, પાછું ફરી વાર ત્યાં જ મણીનું બિંદુ પડ્યું, તેને પણ લૂછી લીધું. પાછું ત્રીજી વાર પડ્યું તે જોઈ ચિત્રકારે ચિંતવ્યું કે, જરૂર આ સ્ત્રીના ઉર પ્રદેશમાં તેવું લાંછન હશે, તો તે લાંછન ભલે હો, હવે હું તેને લૂછીશ નહીં. પછી તેણે મૃગાવતીનું ચિત્ર પૂરેપૂરું આલેખ્યું. તેવામાં ચિત્રકામ જોવાને રાજા ત્યાં આવ્યો. અનુક્રમે મૃગાવતીનું ચિત્ર જોતાં સાથળ ઉપરનું પેલું લાંછન જોતાં રાજા એકદમ બેધિત થયો અને મનથી ચિંતવ્યું કે, 'જરૂર આ પાપી ચિત્રકારે મારી પત્નીને ભ્રષ્ટ કરી જણાય છે, નહીં તો વસ્ત્રની અંદર રહેલા આ લાંછનને એ શી રીતે જાણી