________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૯૦
પણ એ સ્ત્રીરત્ન મારે યોગ્ય છે. તું કોણ માત્ર છો; માટે જો રાજ્ય અને પ્રાણ વહાલાં હોય તો તેને સત્વરે અહીં મોકલી દે. દૂતનાં આવાં વચન સાંભળી શતાનિક બોલ્યા કે, “અરે અધમ દૂત ! તારા મુખે તું આવા અનાચારની વાત બોલે છે, પણ જા, દૂતપણાથી આજે તને મારતો નથી, જે સ્ત્રી માટે આધીન છે તેને માટે પણ તારા પાપી રાજાનો આવો આચાર છે, તો પોતાને સ્વાધીને પ્રજા ઉપર તો તેનો કેવો જુલમ કરતો હશે?" આ પ્રમાણે કહી શતાનિકે નિર્ભયપણે દૂતનો તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. દૂતે અવંતિ આવીને તે વાર્તા ચંડપ્રદ્યોતને કહી તે સાંભળી ચંડપ્રદ્યોતને ઘણો બ્રેધ ચડ્યો, તેથી મર્યાદા રહિત સૈન્ય લઈ તે કૌશાંબી તરફ ચાલ્યો. ચંદ્રપ્રદ્યોતને આવતો સાંભળી શતાનિક રાજા ક્ષોભ વડે અતિસાર થવાથી તત્કાળ મૃત્યુ પામ્યો.
દેવી મૃગાવતીએ વિચાર્યું કે, અમારા પતિ તો મૃત્યુ પામ્યા અને આ ઉદયનકુમાર હજી બાળક છે. બળવાનને અનુસરવું એવી નીતિ છે, પણ આ સ્ત્રીલંપટ રાજાના સંબંધમાં તો તેમ કરવાથી મને કલંક લાગે, માટે એની સાથે તો કપટ કરવું એ જ યોગ્ય છે. તેથી હવે તો અહીં જ રહીને અનુકૂળ સંદેશાથી તેને લોભાવી યોગ્ય સમય આવે ત્યાં સુધી કાળ નિર્ગમન કરું આવો વિચાર કરી મૃગાવતીએ એક દૂતને સમજાવીને ચંડપ્રદ્યોત પાસે મોકલ્યો. તે દૂત છાવણીમાં રહેલા ચંડપ્રદ્યોત પાસે આવીને બોલ્યો કે, દેવી મૃગાવતીએ કહેવરાવ્યું છે કે, મારા પતિ શતાનિક રાજા સ્વર્ગે ગયા તેથી હવે મને તમારું જ શરણ છે, પરંતુ મારો પુત્ર હજુ બળરહિત બાળક છે, તેથી જો હું હમણાં તેને છેડી દઉં તો પિતાની વિપત્તિથી થયેલા ઉગ્ર શોકાવેગની જેમ શત્રુરાજાઓ પણ તેનો પરાભવ કરશે." મૃગાવતીની આવી વિનંતી સાંભળી ચંડપ્રઘાત ઘણો હર્ષ પામીને બોલ્યો કે, “હું રક્ષક છતાં મૃગાવતીના પુત્રનો પરાભવ કરવાને કોણ સમર્થ છે?" દૂત બોલ્યો કે, દેવીએ પણ એમ જ કહ્યું છે કે, પ્રદ્યોત રાજા સ્વામી છતાં મારા પુત્રનો પરાભવ કરવાને કોણ સમર્થ છે? પણ આપ પૂજ્ય મહારાજા તો દૂર રહો છો અને શત્રુ રાજાઓ તો નજીકના રહેનારા છે, તેથી સર્પ ઓશીકે અને ઔષધિઓ હિમાલય ઉપર એ પ્રમાણે છે તો અત્રેનું હિત ઇચ્છતા હો તો ઉજજયની નગરીથી ઇંટો લાવી કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો કરાવી આપો.” ગરજવાનને અક્કલ ન હોય તેથી ચંડપ્રદ્યોતે તેમ કરવા સ્વીકાર્યું અને થોડા વખતમાં કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો કરાવી દીધો. પછી મૃગાવતીએ ફરીને દૂત મોક્લી કહેવરાવ્યું કે, હું પ્રદ્યોત રાજા ! તમે ધન, ધાન્ય અને ઇંધનાદિકથી કૌશાંબી નગરીને ભરપૂર કરી ઘો." ચંડuઘોને તે સર્વ પણ સતર કરાવી દીધું. આશા-પાશથી વશ થયેલો પુરુષ શું શું