________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૫૬
સિદ્ધાંતનું વાક્ય યાદ લાવી મિથ્યાત્વનો ઉદય થવાથી વિચારવા લાગ્યો કે “કડમાણેકડે ચલમાણે ચલીએ ઇત્યાદિક ભગવંત વાક્યો જૂદાં છે. મને પ્રત્યક્ષ દેખાય છે કે, આ સંથારો કરવા માંડ્યો છે, પણ હજી થયો નથી. માટે સમસ્ત વસ્તુ કરવા માંડી એટલે થઈ એમ ન કહેવાય. થઈ રહ્યા પછી થઈ કહેવાશે. જે ઘંટાદિ કાર્ય છે તે ક્રિયા કાળને અંતે જ થયેલ દેખાય છે. માટીના પિંડ વગેરે કાળમાં ધટાદિ કાર્ય થયું ન કહેવાય. આ વાત બાળકથી માંડી સર્વજન પ્રસિદ્ધ જ છે. જે કાર્ય છે તે ક્રિયા પછી હોય છે." આવો વિચાર કરીને પોતાના શિષ્યોને સ્વકલ્પિત આશય કહ્યો, ત્યારે પોતાના ગચ્છમાં રહેલા શ્રતંસ્થવિરોએ કહ્યું કે, “હે આચાર્ય ! ભગવંતનું વચન બરાબર તમારા સમજવામાં આવ્યું નથી તેથી તમને અસત્ય લાગે છે, પણ તે વાક્ય પ્રત્યક્ષ વિરુદ્ધ નથી. એક ઘટાદિ કાર્યમાં અવાંતર (વચલા ભાગમાં) કારણ અને કાર્યો એટલાં બધાં થાય છે કે, તેની સંખ્યા પણ માપી શકાતી નથી માટી લાવવી, મર્દન કરવું, પિંડ બાંધવો, ચાક પર ચઢાવવું, દંડથી ચનું ભ્રમણ કરવું, વગેરે જે કારણો છે, તે કાર્ય બનવાની વચમાં જોવામાં આવે છે, તે ઘટ નિવર્તન કિયા કાળ છે એવો તમારો અભિપ્રાય છે, પણ તે અયુક્ત છે. ઉપરનાં જે જે કારણો છે તે સર્વે ઘટરૂપ કાર્યનાં જ કારણ છે. તે જ્યાંથી શરૂ થયાં ત્યાંથી તેને કાર્યો બનવાથી જ છેવટે ઘરરૂપ કાર્ય થઈ શકે છે. વચ્ચેનાં કારણો થયા વગર છેવટનું ઘટરૂપ કાર્ય બની શકે નહીં. વચ્ચે જે ભિન્ન ભિન્ન કાર્ય થાય છે તે થયા વગર ઘરરૂપ કાર્યની સિદ્ધિ થાય નહીં. ઘટ તો છેલા કાળે થશે, પણ વચ્ચે જે કાર્યો થયાં તે પણ ઘટકાર્ય ગણાશે.
અહીંયાં અર્ધ સંથારો થયો છે તો થયો જ, બાકી હવે તો તેના ઉપર વસ્ત્ર આચ્છાદન કરવા વગેરેનું કાર્ય જે બાકી છે, તે કાર્ય સંથારાની પૂર્ણતાનું છે. તે ક્ય પહેલાં પણ સંથારો પાથર્યો નથી એમ તો કંઈ બોલી શકાતું નથી, માટે ભગવંતનું આ વાક્ય વિશિષ્ટ પ્રક્રિયાની અપેક્ષાવાળું છે એમ સમજવું." કેવળજ્ઞાનના આલોકથી વૈલોક્યની વસ્તુઓને જાણનારા એવા સર્વજ્ઞ શ્રી વીરપ્રભુનું કથન જ અમારે પ્રમાણ છે. તેની પાસે તમારી યુક્તિ બધી મિથ્યા છે. તે જમાલી ! તમે જે કહ્યું કે, 'મહાન પુરુષોને પણ સ્કૂલના થાય છે તે તમારું વચન મત્ત, પ્રમત્ત અને ઉન્મત્તના જેવું છે. જે કરાતું હોય તેને કરેલું કહેવું એવું સર્વજ્ઞનું ભાષિત બરાબર જ છે. નહીં તો તેમના વચનથી તમે રાજ્ય છોડીને શા માટે દીક્ષા લીધી ? એ મહાત્માના નિર્દોષ વચનને દૂષિત કરતાં તમે કેમ લાજતા નથી ? અને આવા સ્વકૃત કર્મથી તમે શા માટે ભવસાગરમાં નિમગ્ન થાઓ છો ? તેથી તમે શ્રી વીર પ્રભુ પાસે જઈ આ બાબતનું