________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫૫
* જમાલી
૬૫.
કુંડપુર નામના નગરે જગદ્ગુરુ શ્રી મહાવીર સ્વામીની બહેનનો પુત્ર ભાણેજ) જમાલી નામનો એક રાજપુત્ર રહેતો હતો. તે શ્રી મહાવીર સ્વામીની દીકરી પ્રિયદર્શના વેરે પરણ્યો હતો. એકદા કેવળજ્ઞાન પામ્યા પછી શ્રી વીરભગવાન વિચરતાં વિચરતાં તે નગરના ઉદ્યાનમાં આવ્યા જાણી જમાલી તેમને વાંદવા ગયો. પ્રદક્ષિણા દઈને પાસે બેઠા પછી પ્રભુએ દેશના આપી કે :
ઘર, મિત્ર, પુત્ર સ્ત્રી વર્ગ, ધાન્ય, ધન આ સર્વ મારાં છે. એ હું કમાયો છું. એવો વિચાર કરે છે, પણ મૂર્ખ એવો વિચાર કરતો નથી કે, આ સર્વ અહીંયાં જ મૂકીને જવાનો છું."
આવી પ્રભુની વાણી સાંભળીને ઘેર આવી ઘણા જ આગ્રહથી માતપિતાની આજ્ઞા લઈ જમાલીએ પાંચસો ક્ષત્રિઓ સહિત અને પ્રિયદર્શનાએ એક હજાર સ્ત્રી સહિત પ્રભુ પાસે આવી દીક્ષા ગ્રહણ કરી. અગિયારે અંગ ભણ્યા પછી જમાલીએ ભગવંત પાસે આવી પાંચસોની સાથે જુદા વિહાર કરવાની રજા માગી ભગવંતે તેનો કંઈ પણ ઉત્તર નહીં આપવાથી જાતે અનુમતિ સમજી લઈને તેણે પોતાના પાંચસો શિષ્યો સાથે જુદો વિહાર કર્યો.
એક વખતે શ્રાવસ્તી નગરના બિંદુક નામના ઉદ્યાનમાં ઊતર્યો. ત્યાં અંત પ્રાંત તુચ્છ આહાર મળવાથી જમાલીના શરીરમાં એવો રોગ ઉત્પન્ન થયો કે તેની શક્તિ જતી રહેવાથી બિલકુલ બેસી શકાતું નહીં. તેથી ચેલાઓને આજ્ઞા કરી કે, મારાથી બેસી શકાતું નથી માટે મારા સારુ જલદી સંથારો પાથરો" જેથી હું તેના ઉપર સૂઈ જઈશ. શિષ્યોએ સંથારો બિછાવવા માંડ્યો, પણ તેને દાહજવર વગેરેની વેદના અત્યંત વધી જવાથી ઉતાવળા થઈ જમાલીએ પૂછ્યું કે, અરે ! સંથારો બિછાવ્યો કે નહીં?" ચેલાઓએ સંથારો અરધો બિછાવ્યો હતો અને અરધો બિછાવવાનો હતો છતાં પણ તેમને સાતા આપવા માટે ઉત્તર આપ્યો કે, હા! બિછાવી દીધો છે.” વેદનાથી અકળાઈ ઊઠેલા જમાલી તત્કાળ ઊઠીને ત્યાં આવી જુએ છે તો હજી સંથારો પૂરો પાથરેલ ન હતો, તેથી બેધાયમાન થઈ, “કડમાણેકડે” (કરવા માંડ્યું તે થયું) એવું