________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૫૭
પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો, તમારું તપ અને જન્મ નિરર્થક કરો નહીં' જે પ્રાણી અરિહંતના એક અક્ષર ઉપર પણ શ્રદ્ધા રાખે નહીં તે પ્રાણી મિથ્યાત્વને પામીને ભવપરંપરામાં રખડે છે. આ પ્રમાણે સ્થવિર મુનિઓએ જમાલિને ઘણી રીતે સમજાવ્યો તથાપિ તેણે પોતાનો કુમત છોડ્યો નહીં માત્ર મૌન ધરીને રહ્યો. એટલે કે કુમતધારી જમાલિને છોડીને કેટલાક સ્થવિર મુનિ તો તરત જ પ્રભુ પાસે ચાલ્યા ગયા અને કેટલાક તેની પાસે રહ્યા.
પ્રિયદર્શનાએ પરિવાર સહિત સ્ત્રી જાતિને સુલભ એવા મોહ (અજ્ઞાન)થી અને પૂર્વના સ્નેહથી જમાલિના પક્ષને સ્વીકાર્યો. અનુક્રમે જમાલિ ઉન્મત થઈ બીજા માણસોને પણ પોતાનો મત ગ્રહણ કરાવવા લાગ્યો અને તે પછી તે કુમતને ફેલાવવા લાગ્યા. જિનેન્દ્રના વચનને હસી કાઢતો અને હું સર્વજ્ઞ છું એમ કહેતો જમાલિ પરિવાર સહિત વિહાર કરવા લાગ્યો.
પ્રિયદર્શના એકદા ટંક નામના કુંભકાર શ્રાવકને ઘેર ઊતરી, તેને પોતાના મતમાં ખેંચી લાવવા ભરમાવા લાગી. પણ તેણે તો જાણ્યું કે, આને તો ખરેખર મિથ્યાત્વ વાસના પેઠી છે, તેથી તેણીને સમજાવવાની બુદ્ધિથી કહ્યું કે, આવી ઝીણી બાબતોમાં તો હું કંઈ સમજતો નથી,
કુંભારને ત્યાં એકા પોતાના નિભાડામાંથી ઘડા કાઢતાં મૂકતાં એક અંગારો પ્રિયદર્શનાના વસ્ત્રના છેડા ઉપર નાખવાથી તેણીની સંઘાડી પર એક બાકોરું પડી ગયું તેથી બોલવા લાગી કે, શ્રાવક ! તેં તો મારી સંઘાડી બાળી નાખી. તેણે કહ્યું, ભદ્રે ! આ તે તમે શું બોલો છો ? આ તો ભગવંતનું વચન છે. તે તમો ક્યાં માનો છો ? આ તમારી સંઘાડી જો આખી બળી ગઈ હોય તો તમારાથી બોલી શકાય કે સંઘાડી બળી ગઈ, પણ સંઘાડીનો એક ખુણો બળવાથી તે બળી ગઈ એમ ન ગણાય; કેમ કે તમો તો કાર્ય પૂર્ણ થયા પછી કાર્ય થયું એમ માનો છો, માટે આ સંઘાડીના એક ખૂણાના બળવાથી તે બળી ગઈ એમ ન કહેવાય. આખી બળી ગઈ હોય તો જ તમારાથી બળી એમ કહેવાય. આવાં વચનથી પ્રિયદર્શના તત્કાળ સમજી ગઈ અને બોલી કે, આ ખરી યુક્તિથી મને સમજાવી તે ઠીક કર્યું. પછી ભગવંતનું વચન ખરું છે એમ માની આગળની કુશ્રદ્ધનું મિચ્છામિ દુકકડ દીધું. જમાલીની પાસે જઈ એને યુક્તિથી બોધ આપવા માંડી, પણ તેણે તો કંઈ નહીં માનવાથી તેનો ગચ્છ છોડી દઈ ભગવંતની પાસે જઈ રહી