________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૩૨
શ્રી જિનેશ્વરદેવની સ્તવના કરતાં તેઓનો આત્મા અંદરની બોલી ઊઠ્યો : હે ત્રિલોકનાથ ! દુષમકાળના મિથ્યાત્વ આદિ દોષોથી દૂષિત અમારા જેવા અનાથ આત્માઓને જો તારાં આગમો ન મળ્યાં હોત તો અમારું શું થાત ?'
તેમણે ધર્મ ગ્રંથોની રચના કરવા માંડી. તેઓ આચાર્ય બન્યા છતાં સર્વ પ્રથમ માર્ગદર્શક બનીને જેણે નવી ગાથાનું શ્રવણ કરાવ્યું, તે યાકિની સાધ્વીજીને તેઓ પોતાનાં ધર્મ માતા તરીકે કદી ન ભૂલ્યા. અને તેથી તેઓ જૈન શાસનમાં યાકિની ધર્મપુત્ર તરીકે પ્રસિદ્ધ બન્યા.
જીવન દરમ્યાન તેમણે મહાન ગ્રંથો રચ્યા છે. જેમાં શ્રી નન્દીસૂત્ર, અનુયોગ તરસૂત્ર આવશ્યકસૂત્ર, આદિ આગમો ઉપર વિશદ ટીકાઓ રચેલી છે. તથા દર્શન સમુચ્ચય. શાસ્ત્રવાર્તા સમુચ્ચય, લલિત વિસ્તરા નામની ચૈત્યવંદન સૂત્રવૃત્તિ, પંચાશક, યોગબિંદુ, યોગવિશિંકા, ધર્મ બિંદુ આદિ તેમના ગ્રંથો પ્રસિદ્ધ છે. તેમનું સાહિત્ય વિવિધ મૌલિક અને ઊંડા ચિંતનવાળું છે. તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. તેમાં ૧૪૪૦ ગ્રંથો રચાઈ ગયા હતા, પણ ચાર ગ્રંથો બાકી હતા. તે વખતે તેમણે ચાર ગ્રંથના સ્થાને સંસાર દાવાનલ શબ્દથી શરૂ થતી ચાર સ્તુતિ બનાવી, તેમાં ચોથી શ્રુતિદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું અને તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ. તેથી બાકીની ત્રણ ચરણરૂપ સ્તુતિ તેમના હૃદયના ભાવ મુજબ શ્રી સંઘે રચી ત્યારથી તે ત્રણ ચરણ શ્રી સંઘ દ્વારા ઝિંકારા રાવ સારસ પકખી અને સંવત્સરી પ્રતિક્રમણમાં ઉચ્ચ સ્વરે બોલાય છે.
'
'
'
ગુરચરનન કી મોરી લાગી લટક ગુરૂચરનનકી ચરન બિના મોહે કછુ નહીં ભાવે જૂઠી માયા સબ સપનની. ૦ મોરી ભવસાગર અબ સુક ગયા છે ફિકર નહીં મુજે તરનાક. ૦ મોરી મીરાં કહે પ્રભુ ગિરધરનગરઉલટ ભઈ મોરે નયનન. ૦ મોરી