________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૩૧
અમારા આચાર્ય મહારાજનું છે. તેઓ તમને આ ગાથાનો અર્થ સમજાવશે.' સાધ્વીજીના મુખથી ધીર ગંભીર શૈલીએ કહેવાયેલી આ વાત હરિભદ્રને ગળે ઊતરી ગઈ.
આચાર્ય મહારાજનું સ્થાન જાણીને પુરોહિત ત્યાં ગયા. વંદન કરી, બહુમાનપૂર્વક જૈનાચાર્ય શ્રી જિનભદ્રસૂરિ મહારાજીશ્રીની પાસે તે બેઠા. અત્યાર સુધી જૈન શ્રમણોથી દૂર રહેનાર હરિભદ્ર પંડિતને જૈન શ્રમણોના વાતવરણમાં રહેલી પવિત્રતા, વિદ્વત્તા તથા ઉદારતાનાં પહેલ-વહેલાં ત્યાં દર્શન થયાં. તેઓનું નિર્મળ હૃદય ત્યાં ઝૂકી પડ્યું.
સહજ જિજ્ઞાસાથી પૂછ્યું, ‘ભગવન્ ! માતાજીના મુખેથી જે ગાથા સાંભળી તેનો અર્થ કૃપયા સમજાવો.'
જવાબમાં આચાર્ય મહારાજે જૈનશાસ્ત્ર મુજબ કાળનું અવસર્પિણી - ઉત્સર્પિણી ઇત્યાદિનું સ્વરૂપ વિસ્તારથી હરિભદ્રને સમજાવ્યું, `એક અવસર્પિણીમાં ક્રમવાર બે ચક્વર્તી, પાંચ વાસુદેવ, પાંચ ચક્વર્તી, એક વાસુદેવ, એક ચક્વર્તી, એક વાસુદેવ, એક ચર્તી, એક વાસુદેવ, બે ચક્વર્તી, એક વાસુદેવ, એક ચક્વર્તી, આ રીતે ઉત્સર્પિણી કાળમાં પણ બાર ચક્વર્તી તથા નવ વાસુદેવ થાય છે.
જૈન સિદ્ધાંતોમાં રહેલા કાળ આદિના આવા સુસંવાદી સ્વરૂપને સાંભળ્યાસમજ્યા પછીથી હરિભદ્રનો પોતાના જ્ઞાનનો ગર્વ ઓગળી ગયો. તેમની સરળતા જીતી ગઈ. જૈન દર્શનશાસ્ત્રોનું અધ્યયન કરવાની તેમને તાલાવેલી લાગી. તેઓએ પોતાની પ્રતિજ્ઞાનું પાલન આદર્યું.
આચાર્ય મહારાજ પાસે તેમણે જૈન દીક્ષા સ્વીકારી શ્રી જિન મંદિરમાં બિરાજમાન શ્રી વીતરાગ પરમાત્માની ભવ્ય મૂર્તિ જોતાં જ તેમને નવી ષ્ટિ લાધી, મિથ્યાત્વનો અંચળો દૂર થયો. તેઓ સહસા હ્રદયના બહુમાન ભાવે બોલી ઊઠ્યા :
વપુરેવ તવાચષ્ટે ભગવન્ વીતરાગતામ્
હે ભગવન્ ! તમારી આકૃતિ જ કહી આપે છે કે તમે રાગાદિ દોષોથી દૂર એવી વીતરાગ દશાના સાક્ષાત્ સ્વરૂપ છો.
દીક્ષાકાળમાં તેઓએ જૈન આગમોનો અભ્યાસ કર્યો. જેમ જેમ અભ્યાસ વધતો ગયો, તેમ તેમ સાધુશ્રી હરિભદ્રના અંતરમાં દિવ્ય ષ્ટિનું તેજ પ્રગટવા માંડ્યું. સંસાર માત્રના તારક તરીકે જૈન આગમોની ઉપકારકતા તેઓને સમજાઈ.