________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૦
વાહ, તારું શરીર જ સ્પષ્ટ કહી આપે છે કે, તું મિષ્ટાન્ન આરોગે છે. શ્રી તીર્થંકર દેવ - જૈનોના દેવની મશ્કરી કરવામાં અત્યારે હરિભદ્ર પંડિતને રસ પડ્યો.
થોડા વખતમાં હાથી ત્યાંથી પસાર થઈ ગયો. ભય હતો તે દૂર થઈ ગયો, એટલે પંડિત પોતાના ઘરે આવી ગયા.
હજુ જગતમાં ઘણું જાણવા જેવું છે તેવું તેમને લાગ્યા કરતું. પોતાના જ્ઞાનનો ગર્વ હોવા છતાં કોઈ નવું બતાવનાર મળે કે જે પોતે સમજી ન શકે તો તેનાં ચરણોમાં આળોટવાની સહાયતા આ રાજપુરોહિતમાં અપૂર્વ હતી.
તેમણે એક દિવસ પ્રતિજ્ઞા કરી, જે કોઈની પાસેથી હું ન સમજી શકું એવું નવું જાણવાનું મળે, તેનો હું શિથ થઈને રહું. ઘણાને આ પ્રતિજ્ઞા એ હરિભદ્રનો ઘમંડ લાગતો. પણ આ પ્રતિજ્ઞા મનોમન કરનારા પંડિતજીના આત્મામાં ઘમંડ કે ગર્વ ન હતાં, પણ સહજ બાળક જેવી સરળતા હતી.
એક મોડી સાંજે રાજકાજથી પરવારી પંડિત હરિભદ્ર ઘર તરફ ઉતાવળા જઈ રહ્યા હતા. અચનાક એમના કાનમાં કંઈક મધુર શબ્દો અથવવા લાગ્યા. સ્વર સ્ત્રીનો હતો. શબ્દો તદૃન અપિરિચિત હતા. રસ્તા પરના મકાનની બારીમાંથી આવતા એ શબ્દો હરિભદ્ર પુરોહિતે ધ્યાનપૂર્વક સાંભળ્યા.
ચક્કી દુર્ગ હરિપળગે પળગે ચક્કિણ કેસો ચક્કી કેસવો ચ%િ કેસવ દુ
ચક્કિ કેસીઅ ચક્કિ હરિભદ્રને આ ગાથા નવી લાગી. એમાં રહેલાં ચક, ચક શબ્દો પંડિતને ન સમજાયા. ઘરે જવાની ઉતાવળ હોવા છતાં જિજ્ઞાસુભાવ ઉત્કટ બન્યો. તેઓ મકાનમાં ગયા જૈન સાધ્વીઓનો એ આવાસ હતો. સાધ્વીજીઓ સ્વાધ્યાય આદિ ધાર્મિક પ્રવૃત્તિઓમાં મગ્ન હતાં. પેલી ગાથા બોલનારાં સાધ્વીજીની પાસે જઈ તેમણે વિનયપૂર્વક પૂછ્યું, માતાજી! આ ચાક-ચીક શું છે? આ ગાથા સમજાતી નથી. કૃપયા આનો અર્થ સમજાવો.
વયમાં કાંઈક પૌઢ એવાં તે યાકિની મહત્તા સાધ્વીજીએ જવાબ આપ્યો : ભાઈ, આ રાત્રીના અવસરે અમે કોઈ પુરુષની સાથે વાત કરી શકીએ નહીં. અમારી એ
છે. એનું પાલન અમારા માટે ઉચિત ને હિતકારી છે! ઉપદેશ આપવાનું કામ