________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૧૦૫
ચિલાતી પુત્ર તેના ગુપ્તાંગ ઉપર પોતાનો હાથ મૂકે આથી સુખ પામતી બાળા સુસુમા રડતી બંધ થતી.
કેટલાક વખતે ધન શ્રેષ્ઠીને આ વાતની ખબર પડી, એટલે તેણે આ દાસી પુત્ર ચિલાતી પુત્રને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો.
અહીંથી રજા મળતાં તે જંગલમાં ગયો, ત્યાં સિંહગુહા નામની ભીલ લોકની પલ્લીએ પહોંચ્યો. ત્યાં પલ્લીપતિ મૃત્યુ પામતાં તેનો શ્રેષ્ઠ શરીર વૈભવ હોવાથી ભીલ લોકોએ તેને પોતાનો સ્વામી બનાવ્યો.
.
ચિલાતી પુત્રને સુસુમાની યાદ સતાવ્યા કરતી હતી. વિષય રૂપી શસ્ત્રની પીડા વધતી ચાલી, એટલે તે પોતાના સર્વ સેવકોને ધનસાર્થવાહને ત્યાં ચોરી કરવા લઈ ગયો. અને સેવકોને કીધું કે, “જે માલસામાન હસ્તગત થાય તે સર્વ તે સેવકોનો અને સુસુમા ઉપાડી લાવવાની તે ચિલાતી પુત્રની.”
રાત્રીને વિષે આ સર્વ ચોરો ધનશેઠને ત્યાં આવી પહોંચ્યા. ઘણા ચોરોને જોઈ ધનશેઠ પોતાના પાંચે પુત્રોને લઈ એકાંતમાં જીવ બચાવવા સંતાઈ ગયા.
સામનો કરનાર કોઈ ન હોવાથી ચોરોએ સારી રીતે ધન એકઠું કર્યું અને ચિલાતી પુત્ર સુસુમાને ઉપાડી વિદાય થઈ ગયા. પણ ચોરો ઘરની બહાર નીકળ્યા કે શેઠે કોલાહલ કરી મૂક્યો; આથી નગરરક્ષકો ત્યાં આવ્યા. તેમને લઈ શેઠ પોતાના પાંચ પુત્રો સાથે ચોરોની પાછળ પડ્યા. ચોરોએ નગરરક્ષકો અને શેઠને પોતાની પાછળ આવતા જોઈ ચોરેલો માલસામાન રસ્તા વચ્ચે મૂકી દઈ પોતાને રસ્તે દોડવા લાગ્યા. ચિલાતી પુત્રે પોતાની પાછળ શેઠ તથા તેમના પાંચ પુત્રોને આવતા જોયા એટલે તેણે સુસુમાનો વધ કરી નાખ્યો. પોતાની પાસેના તીવ્ર હથિયાર વતી તેનું મસ્તક કાપી મસ્તક હાથમાં લઈ ધડ ત્યાં જ રહેવા દઈ નાસી ગયો. શેઠે અને તેના પુત્રોએ સુસુમાનું ધડ જોયું. શેઠ પોતાની પુત્રીનું અને પાંચે ભાઈઓએ પોતાની બહેનનું આવું કમકમાટીભર્યું મૃત્યુ જોઈ ઘણો વિલાપ કર્યો અને ઘર તરફ પાછા વળતાં શ્રી વીરપ્રભુનો ઉપદેશ સાંભળ્યો, આ દેશના સાંભળી પાંચે પુત્રોએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને શેઠે પોતે તો સંયમ ગ્રહણ કર્યો હતો. ઉત્તમપણે સંયમ પાળતાં તથા ઉગ્ર તપશ્ચર્યા કરી શેઠ સ્વર્ગે ગયા.
ચિલાતી પુત્ર હાથમાં સુસુમાનું માથું લઈ ત્વરીત ગતિએ માર્ગ કાપતો હતો. તેનું આખું શરીર લોહીથી ખરડાયેલું હતું. પણ સુસુમાની હત્યાના કારણે મનથી તે