________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૦૪
શ્રી ચિલાતી પુત્ર
એક યજ્ઞદેવ નામનો બ્રાહ્મણ, ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરને વિષે રહેતો હતો. તે હંમેશા જિનમતની નિંદા કરતો, અને પોતાને પંડિત માનતો અને જાહેર કરતો કે જે મને વાદ કરવામાં જીતશે તેનો હું શિષ્ય થઈશ. વખત જતાં એક બાળસાધુએ તેને વાદ કરવા પેતાના ગુરુ પાસે આવવા નિમંત્યો. રાજી થઈ યજ્ઞદેવ તે બાળસાધુ સાથે તેમના ગુરુ પાસે ગયો. વાદ કરતાં થોડીક વારમાં જ તે હારી ગયો અને પોતે નક્કી કરેલ નિયમ મુજબ તે ગુરુની પાસે દીક્ષા લીધી. એકા સાશનદેવીએ તેને કહ્યું, જેમ ચક્ષુવાળો માણસ પણ તેજ વિના જોઈ શકતો નથી તેમ જીવ પણ જ્ઞાની હોવા છતા. શુદ્ધ ચારિત્ર વિના મુક્તિ પામતો નથી"
આવી વાણી સાંભળી ને યજ્ઞદેવ મુનિ અન્ય સર્વ યતિઓની પેઠે શુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યો.
યજ્ઞદેવ સાધુ થવાથી તેની સ્ત્રી વિરહવેદના ન સહન કરી શકી, એટલે યજ્ઞદેવને વશ કરવા તેના તપના પારણે યજ્ઞદેવ ઉપર કામણ કર્યું. તેથી યજ્ઞદેવનું શરીર દુર્બળ થતું ગયું અને મૃત્યુ પામીને તે સ્વર્ગે ગયા.
તેની સ્ત્રી પણ દુ:ખ સહન ન કરી શકી અને જ્ઞાન થતાં તે પણ દીક્ષા ગ્રહણ કરીને સ્વર્ગે ગઈ. પણ પોતે પોતાના સંસારીપણાના પતિ પણ સાધુતા ગ્રહણ કરેલ, તેના ઉપર કામણ કરેલ તેની ગુરુ પાસે આલોયણા ન કરી.
યજ્ઞદેવનો જીવ સ્વગેથી ઢવી રાજગૃહ નગરમાં ધનસાર્થવાહની ચિલાતી નામની દાસીને ઉદરે પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું ચિલાતી પુત્ર નામ પાડયું.
યજ્ઞદેવની સ્ત્રીનો જીવ પણ સ્વર્ગથી એવી ચિલાતી ઘસીની શેઠાણી ધનસાર્થવાહની સ્ત્રી સુભદ્રાની કુક્ષિએ પાંચ પુત્ર ઉપર છઠ્ઠી સુસુમા નામે પુત્રીપણે ઉત્પન્ન થયો.
ધનસાર્થવાહે પોતાની પુત્રીની રક્ષા માટે પેલા ચિલાતી પુત્રને રાખ્યો. સુસુમા અને ચિલાતી પુત્ર સાથે રમતાં પણ જ્યારે કોઈ કારણસર સુસમા રોવા માંડે ત્યારે