________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૦૩
વૃષ્ટિ કરી. તે વખતે ચંદનબાળાની લોહની બેડી તૂટી ગઈ ને તેનાં આભૂષણ થઈ ગયા. અને આકાશમાં દેવદુંદુભી વાગી
દેવદુંદુભી સાંભળી નગરજનો એકત્રિત થયા. ત્યાંનો રાજા શતાનિક પણ ત્યાં આવ્યો. તે દેવકૃત્ય સુવર્ણવૃષ્ટિ જોઈ આશ્ચર્ય પામ્યો અને બોલ્યો કે,"આ સર્વસુવર્ણ આચંદનબાળાનું થાઓ." આવી રીતે વીર ભગવંતે પાંચ માસ અને પચીસ દિવસે પારણું કર્યું.
ચંદનબાળા અતિ હર્ષ પામીને બોલી, “આજે મારાં મહાભાગ્ય કે મેં પ્રભુને પારણું કરાવ્યું તેમાં મૂળા શેઠાણી પણ ધન્ય છે. તે મારી માતા સમાન છે. મારી માતા ધારિણીથી જે કાજ નથી સર્યા, તે સર્વે મારી આ મૂળાદેવી માતાથી સિદ્ધ થયાં છે. તેણે ધનાવહ શેઠને પણ સમજાવ્યા કે, "મૂળાદેવીને કંઈ કહેવું નહીં આથી મૂળા શ્રાવિકા બની અને ચંદનબાળાને યોગ્ય માન આપવા લાગી
મહાવીર પ્રભુ અહીંથી વિહાર કરી ગયા. અનુક્રમે તેમનાં સર્વ કર્મ થયે યે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ પાસે આવીને ચંદનબાળાએ પ્રભુને પ્રણામ કરીને ચારિત્રની યાચના કરી.
દેવતાએ આપેલું સર્વ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરી તેણીએ દીક્ષા લીધી
એકદા ભગવાનની વાણી સાંભળી મૃગાવતી કે જેમણે ચંદનબાળા આગળ દીક્ષા • લીધેલ તે ભગવાનની વાણી સાંભળવા સૂર્ય-ચંદ્ર આવેલ. તેમના અજવાળાના લીધે ઉપાશ્રયે ઘણી મોડી આવી રાત થઈ જવાને લીધે ચંદનબાળાએ તેને ઠપકો આપ્યો. - મૃગાવતી પોતાને લાગેલ અતિચાર માટે આત્માની નિંદા કરતી હવે પછી હું એવું નહીં કરું એ પ્રમાણે મિથ્યા દુષ્કૃત્ય દેવા લાગી. આત્મનિંદાના ઉત્કૃષ્ટ પરિણામ રૂપે તેને કેવળજ્ઞાન થયું. તે જ રાત્રે મૃગાવતી જે ચંદનબાળાની પાસે હાજર હતી, તેણે ચંદનબાળા પાસે પસાર થતો એક સાપ જોયો, તેથી ચંદનબાળાનો હાથ ઉપાડી બીજી બાજુએ મૂક્યો. ત્યારે ચંદનબાળા બોલી, “તેં મારો હાથ કેમ ઉપાડ્યો?" મૃગાવતીએ ઉત્તર આપ્યો,
અહીંથી સર્પ પસાર થતો હતો તેથી મેં મારો હાથ ઉપાડીને બીજે મૂક્યો. ચંદનબાળાએ પૂછ્યું, “રાત્રીના ઘોર અંધકારમાં તેં સર્પ કેવી રીતે જોયો?" - મૃગાવતીએ કહ્યું, “જ્ઞાનથી". ઓહો ! પ્રતિપાનિ કે અપ્રતિપાતિ જ્ઞાન? એમ ચંદનબાળાએ પૂછ્યું. જવાબમાં મૃગાવતીએ, અપ્રતિપાતિ જ્ઞાન એમ જણાવ્યું. ચંદનબાળા સમજી ગયા કે મૃગાવતીને કેવળજ્ઞાન થયું છે તેથી તેણે મૃગાવતીને ખમાવી મિથ્યા દુષ્કૃત્ય દીધું. આથી ચંદનબાળા પણ કેવળજ્ઞાન પામી અને બંને મુક્તિએ ગયાં.