________________
જૈન શાસનના ચમકતા હીરાઓ / ૧૦૨
વિચારતી નવકાર મંત્રનો જાપ કર્યા કરે છે. એમ કરતાં ત્રણ દિવસ થયા. આથી તેનાં ઘણાં કર્મો ક્ષય પામ્યાં.
બહારગામ ગયેલા ધનાવહ શ્રેષ્ઠી ઘેર આવ્યા તો તેણે ચંદનબાળાને જોઈ નહીં તેથી પત્નીને પૂછયું, “ચંદનબાળા ક્યાં ગઈ છે?" ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, "એ તો છોકરાની સાથે ફર્યા કરે છે. આમ તેણે સાચી વાત છુપાવી. પણ એક વૃદ્ધ દાસીએ શેઠને ખાનગી રીતે મૂળા તથા ચંદનબાળાની બધી હકીક્ત શેઠને જણાવી અને ચંદનબાળાને ક્યાં પૂરી છે તે બતાવ્યું. ધનાવહ શેઠે પોતાની મેળે તેનું દ્વાર ખોલ્યું. ધનાવહે ચંદનબાળાને બેડીથી બાંધેલી, માથે મુંડિત અને અશ્રુભીની આંખવાળી જોઈ અને સાંત્વન આપી તેને સ્વસ્થ થવા કહ્યું અને ભૂખ તૃપ્ત કરવા રસોડમાં પડેલા અડદના બાકુળ લાવી તેને આખા અને તેઓ બેડી તોડી શકે એવા લુહારને લેવા ગયા.
ચંદનબાળા વિચારે છે કે કેવાં કેવાં નાટક મારા જીવનમાં ભજવાયાં. ક્યાં હું રાજકુમારી - કેવા સંજોગોમાં બજારમાં વેચાઈ- કર્મયોગે કુળવાન શેઠે ખરીદી કેદીની માફક બેડીઓ સાથે ભોંયરે પુરાઈ - ત્રણ દિવસના ઉપવાસ થયા. હવે પારણું થઈ શકે છે. પણ કોઈ તપસ્વી આવે અને અમને પારણે તેને ભોજન આપી પછી પારણું થાય તો આત્માને આનંદ થાય. કોઈ અતિથિ આવે તેને આપીને પછી જ હું જમું, અન્યથા જમીશ નહીં"
એમ તે વિચાર કરે છે, તેવામાં ભિક્ષા અર્થે ફરતા ફરતા શ્રી વીર ભગવાન ત્યાં આવી ચડ્યા. તેમને એવો અભિગ્રહ હતો કે, જો કોઈ સ્ત્રી ઉંબરા ઉપર બેઠી હોય; તેનો એક પગ ઘરની અંદર અને એક પગ ઘરની બહાર હોય, ભાવે કરીને તે રાજપુત્રી હોય, પણ દાસપણું પામી હોય, પગમાં બેડી હોય, મસ્તક મુંડાવેલું હોય ને રુદન કરતી હોય, એવી સ્ત્રી અમને પારણે સૂપડાના ખૂણામાંથી જો મને, ભિક્ષાકાળ વ્યતીત થયા પછી અડદના બાકળા વહોરાવે તો મારે તે લઈને પારણું કરવું
આવા અભિગ્રહવાળા વીર પ્રભુને અકસ્માત આવ્યા જોઈને હર્ષ પામી તે કહેવા લાગી, હે ત્રણ જગતના વંદનિક પ્રભુ ! મારા ઉપર પ્રસન્ન થઈ આ શુદ્ધ અન્ન વહોરીને મને કૃતાર્થ કરો." ભગવાન પોતાના અભિગ્રહના ૧૩ બોલમાં ૧ બોલ ઓછો એટલે કે બધી રીતે અભિગ્રહના બોલ પૂરા થતા હતા, પણ એક રૂદનની અપૂર્ણતા જોઈ પાછા ફરવા લાગ્યા. તે જોઈ ચંદનબાળા પોતાને હીણભાગી ગણી, મોટેથી રુદન કરવા લાગી. વીર ભગવાન રુદન ધ્વનિ સાંભળી પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો જાણી પાછા ફર્યા અને અડદના બાકળા વહોર્યા, કે તરત જ દેવતાઓએ આવીને સાડા બાર કોટિ સુવર્ણની