________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૦૬
હવે ભાંગી પડ્યો હતો. પોતાની જાત ઉપર તે ઘણો ખિજાયો હતો. રસ્તામાં તેણે એક મુનિરાજને કાયોત્સર્ગ દશામાં ઊભેલા જોયા. મુનિને જોતાં જ તે બોલ્યો : હે મુનિશ્વર ! જલદી મને ધર્મ કહો. નહિ તો હું આ સ્ત્રીના મસ્તકની પેઠે તમારું મસ્તક પણ છેદી નાખીશ.” મુનિને કંઈક પાત્રતા લાગી તેથી તેમને 'ઉપશમ-વિવેક-સંવર એ ત્રણ પદનું ઉચ્ચારણ કરીને આકાશમાર્ગે ચાલ્યા ગયા.
ચિલાતી પુત્રે વિચાર્યું, “મુનિએ આકાશગામિની વિદ્યાનું ઉચ્ચારણ કર્યું કે, કંઈ મંત્રાક્ષર કહ્યા? કે કંઈ ધર્મ મંત્ર કહ્યો?" એમ ચિંતવન કરી મુનિની જગ્યાએ ઊભો રહ્યો અને તે ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદનું ધ્યાન ધરવા લાગ્યો. તે ધ્યાન સાથે વિચારતો ગયો કે આ ત્રણ શબ્દનો અર્થ શો ? વિચારતાં વિચારતાં તેણે પોતે જ ઉપશમ શબ્દનો અર્થ બેસાર્યો કે, “ઉપશમ એટલે પ્રેધની ઉપશાંતિ, ધનો ત્યાગ." એમ વિચારી તેણે ઉપશમ આદર્યો. વળી તેણે વિવેક શબ્દનો અર્થ વિચારતાં તે પણ સમજાયું કે, “કરવા યોગ્ય હોય, તેનો અંગીકાર અને ન કરવા યોગ્ય હોય તેનો ત્યાગ કરવો એ વિવેક. એમ સમજી તેણે વિવેકનો અંગીકાર કર્યો. છેવટે સંવર શબ્દનો અર્થ પણ તે સમજ્યો કે, "પાંચ ઈન્દ્રિયોનાં જે તોફાનો છે તેનો નિરોધ અર્થાત પાંચ ઇન્દ્રિયોને તે તે વિષયમાં જતી રોકવી, એનું નામ સંવર.” એ અર્થ સમજીને તેણે સંવર પણ આદર્યો. આમ તે ચિલાતી પુત્ર તે ત્રિપદીનું ધ્યાન ધરતો ત્યાં જ કાયોત્સર્ગો રહ્યો. તેનું સર્વ શરીર લોહીથી ખરડાયેલું હતું. તેની ગંધથી ત્યાં સોયના જેવા મુખવાળી (શુચિમુખિ) કડીઓ આવીને કરડવા લાગી. કરડતાં રડતાં અસંખ્ય કીડીઓએ તેનું શરીર ચારણી જેવું કરી નાખ્યું. તે સર્વવેદના તેણે ધીરજથી સહન કરી અને અઢી દિવસે તેનું મૃત્યુ થતાં સ્વર્ગમાં ગયો.
આમ ફક્ત અઢી દિવસના ઉપશમ, વિવેક અને સંવર શબ્દોને સમજી ગ્રહણ કરી લીધા અને કીડીઓના ચટકાની અસહ્ય પીડ શાંત ચિત્તે સહન કરી ચિલાની પુત્ર સ્વર્ગે સીધાવ્યા. એવા શિલાતી પુત્રને અમારાં લાખ લાખ વંદન.
સુયા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કો ક્ષણે, | હે જગતબંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પણે જમ્યો પ્રભુ ને કારણે દુ:ખપાત્ર હું સંસારમાં, હા ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં.