________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯૯
નંદિષણ આહાર વહોરી લાવીને ઈર્યાપથિકી પ્રતિક્રમી, પચ્ચખાણ પાળી ગોચરી (આહાર) લેવા બેઠા, એટલે તે સાધુના રૂપવાળા દેવે કહ્યું, “તમે સાધુની વૈયાવચ્ચ કરવાનો નિયમ ર્યો છે, છતાં તમે તેમ કર્યા વિના કેમ અન્ન લો છો?" મંદિરના પૂછવા ઉપરથી તેણે કહ્યું. “નગરની બહાર એક રોગી સાધુ છે. તેને શુદ્ધ જળનો ખપ છે” તે સાંભળીને શુદ્ધ જળ લેવાને નંદિણ શ્રાવકના ઘેર ગયા. જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પેલો દેવ-સાધુ જળને અશુદ્ધ કરી નાખે, બહુ બહુ ઘેર ભટક્યા, પછી પોતાની લબ્ધિના પ્રતાપે, માંડ શુદ્ધ જળ મેળવી પેલા દેવ-સાધુની સંગાથે નંદિણ નગરની બહાર રોગી સાધુ પાસે ગયા. તેમને અતિસારથી પીડાતા જોઈ, તેમની વૈયાવચ્ચથી હું કૃતાર્થ થઈશ એમ માની તેમને જળથી સાફ કર્યા પણ જેમ જેમ સાફ કરતા જાય તેમ તેમ બહુ જ દુર્ગધ નીકળવા લાગી. આથી તે વિચારવા લાગ્યા,
અહો આવા ભાગ્યવાન સાધુ છતાં પણ આવા રોગવાળા છે; માટે રાજા કે રંક, યતિ કે ઇંદ્ર કોઈ કર્મથી છૂટતું નથી" પછી તે સાધુને ખભા ઉપર બેસાડી પૌષધશાળામાં લઈ જવાને ચાલવા લાગ્યા. રસ્તે આ દેવ સાધુ નંદિવેણ ઉપર મળ મૂત્ર કરે છે પણ આવી બહુ દુર્ગંધ આવવા છતાં તેમની દુર્ગછા કરી નહીં અને તે ધીમા ચાલે તો કહે, 'તું મને ક્યારે પહોંચાડીશ? રસ્તામાં જ મારું મૃત્યુ થઈ જશે તો મારી દુર્ગતિ થશે. હું આરાધના પણ નહીં કરી શકું વળી તે ઉતાવળા ચાલે ત્યારે કહે કે, “આ પ્રમાણે ચાલીશ તો મારા પ્રાણ જ નીકળી જશે; આ તે કેવો અભિગ્રહ લીધો છે?" આવું સાંભળતાં સાંભળતાં પણ મનમાં સાધુ પ્રત્યે જરા પણ વેધ કે દ્વેષ ન કરતાં તેઓને ઉપાશ્રયે લાવ્યા.
અહીં ઉપાશ્રયે લાવીને હવે આ રોગી સાધુને કેવી રીતે નીરોગી કરાય!એવું વિચારતાં પોતે યોગ્ય સારવાર નથી કરી શક્તા એમ સમજી તેઓ પોતાની જાતને નિંદે છે. પણ દેવસાધુએ જાણી લીધું કે, નંદિવેણ વૈયાવચ્ચ કરવામાં મેરુ સમાન નિશ્ચળ છે આથી પ્રત્યક્ષ થઈને સર્વ દુર્ગધ સંહરી લીધી ને નંદિપેણ ઉપર પુષ્પ વૃષ્ટિ કરીને કહ્યું કે, “હે મુનિ ! આપને ધન્ય છે ! ઇદ્ર વર્ણન કર્યું હતું તેના કરતાં પણ આપ અધિક છો. એમ ખમાવીને તે દેવ સ્વર્ગે ગયા.
ત્યાર પછી નંદિણ મુનિએ બાર હજાર વર્ષ પર્યત તપ કર્યું અને તપને અંતે તેમણે અણસણ આદર્યું. તે તપસ્વીને વંદન કરવા પોતાની સ્ત્રી સહિત ચક્રવર્તી ત્યાં આવ્યા. આ સ્ત્રીની કાયા તથા અતિ સુકુમાર અને કોમળ કેશ જોઈને તેણે નિયાણું બાંધ્યું કે, હું પણ આ તપના પ્રભાવે બહુ સ્ત્રીનોવલ્લભ થાઉં." પછી ત્યાંથી મૃત્યુ પામીને તે મહાશુકદેવલોકમાં દેવતા થયા. ત્યાંથી એવી સૂર્યપુરીને વિષે અંધક વૃષ્ણિની સુભદ્રા નામની સ્ત્રીને દશમો વાસુદેવ નામે પુત્ર થયો ત્યાં તે નંદિણના ભવના નિયાણાના લીધે ન્હોતેર હજાર સ્ત્રીઓને પરણ્યા. તે જ શ્રી કૃષ્ણના પિતા વાસુદેવ.