________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૯૮
સેવામૂર્તિ નંદિણ
જs.
મગધ દેશના નંદી ગામમાં સોમીલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમીલા નામે સ્ત્રી હતી.તેમને નંદિણ ના પુત્ર હતો. દુર્ભાગ્યે તે કુરૂપ હતો.નાનપણમાં તેનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં, એટલે તે મામાને ત્યાં જઈને રહ્યો. ત્યાં તે ચાર-પાણી વગરે લાવવાનું કામ કરતો હતો. મામાને સાત પુત્રીઓ હતી; સાતમાંથી એક તને પરણાવીશ એમ મામાએ નંદિવેણને કહ્યું, આથી તે ઘરનું ઘણું કામ કરવા લાગ્યો. પણ એક પછી એક સાતે દીકરીઓએ કુરૂપ નંદિવેણને પરણવા ના પાડી અને જોરજુલમથી નંદિપેણ સાથે પરણાવશો તો હું આપઘાત કરી મરી જઈશ એમ દરેક પુત્રીએ કહ્યું, આથી ખેદ પામી નંદિએણે અહીં રહેવું બરાબર નથી એમ માની, મારા દુર્ભાગ્ય કર્મ ઉદય આવ્યાં છે તો આવા જીવતર કરતાં મરી જવું ઉત્તમ છે, આવા વિચારથી તે મામાનું ઘર છોડી રત્નપુર નામના નગરમાં ગયો. ત્યાં સ્ત્રી-પુરુષને ભોગ ભોગવતાં જોઈ તે પોતાને નિંદતો છતો કહેવા લાગ્યો, અહો, હું ક્યારે આવો ભાગ્યવાન થઈશ? પછી તે વનમાં જઈને ઝંઝાપાત કરવાનો વિચાર કરવા લાગ્યો ત્યાં તેને એક કાયોત્સર્ગ રહેલા મુનિએ વાર્યો. તેથી તેમને પ્રણામ કરી નંદિલેણે પોતાના દુઃખની સઘળી કથની મુનિને કીધી
મુનિએ જ્ઞાનથી તેનો ભાવ જાણીને કહ્યું, હે મુગ્ધ ! આવો ખોટો વૈરાગ્ય લાવ નહીં; મૃત્યુથી કોઈ પણ માણસ કરેલા કર્મથી છૂટતો નથી. શુભ અથવા અશુભ જે કંઈ કર્મ કર્યા હોય તે અવશ્ય ભોગવવાં જ પડે છે. શ્રી વીતરાગ પરમાત્મા પણ ધર્મે કરીને જ પોતાના પૂર્વનાં પાપ કર્મથી છૂટે છે માટે તું માવજીવ શુદ્ધ ધર્મ અંગીકાર કરી અને તેથી જ અન્ય ભવમાં સુખી થઈશ.”
એવા ઉપદેશથી વૈરાગ્ય પામી, નંદિવેણે ગુરુ પાસે દીક્ષા વ્રત અંગીકાર કર્યું અને વિનયપૂર્વક અધ્યયન કરવા લાગ્યા અને ધર્મશાસ્ત્રમાં ગીતાર્થ થયા. વળી તેમણે આજીવન છઠ્ઠને પારણે આયંબીલ અને લઘુ, વૃદ્ધ કે રોગવાળા સાધુઓની વૈયાવચ્ચ કર્યા પછી જ જમવું એવો અભિગ્રહ કર્યો. અને આ પ્રમાણે તે નિત્ય વૈયાવચ્ચ કરવા લાગ્યા.
નંદિષણની આ ઉત્તમ વૈયાવચ્ચને અવધિજ્ઞાનથી જાણીને પોતાની સભામાં ઇન્દ્ર કહ્યું કે, નંદિષણ જેવો વૈયાવચ્ચમાં નિશ્ચળ બીજો કોઈ માણસ નથી, એક દેવે આ વાત ન માની, નંદિષણનું પારખું કરવાને વિચાર કર્યો અને એક રોગી સાધુનું રૂપ લીધું અને અતિસાર યુક્ત દેહ ર્યો અને બીજા સાધુનું રૂપ લઈ તે જ્યાં નંદિણ હતા તે ઉપાશ્રયે ગયા. ત્યાં