________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯૭
બુદ્ધિમાન પુરુષ મોહ રાખે? આ શરીર ભાડે રાખેલા ઘરની જેમ છેવટે અવશ્ય છોડી દેવાનું છે. અર્થાત તેને ગમે તેટલું લાલન કર્યું હોય તો પણ તે નાશવંત છે. ધીર કે કાયર સર્વ પ્રાણીએ અવશ્ય કરવાનું તો છે જ, પરંતુ બુદ્ધિમાન પુરુષે એવી રીતે કરવું કે જેથી પુનઃમરવું પડે નહીં. મારે અરિહંત પ્રભુનું શરણ હજો, સિદ્ધ ભગવંતનું શરણ હજો, સાધુઓનું શરણ હજો અને કેવળી ભગવંતે કહેલા ધર્મનું શરણ હજો. મારે માતા શ્રી જિનધર્મ, પિતા ગુરુ, સહોદર સાધુઓ અને સાધર્મી મારા બંધુઓ છે, તે સિવાય આ જગતમાં સર્વ માયા જાળવન છે. શ્રી ઋષભદેવ વગેરે આ ચોવીશીમાં થઈ ગયેલા તીર્થંકરોને અને બીજા ભરત, ઐરાવત તથા મહાવિદેહ ક્ષેત્રના અહંતોને હું નમું છું. તીર્થકરોને કરેલા નમસ્કાર પ્રાણીઓને સંસારના છેદને અર્થે અને બોધિના લાભને માટે થાય છે. હું સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું, કે જેઓએ ધ્યાનરૂપ અગ્નિથી હજાર ભવના કર્મરૂપ કાષ્ટોને બાળી નાખ્યાં છે. પંચવિધ આચારને પાળનારા આચાર્યોને હું નમસ્કાર કરું છું, જેઓ સદા ભવચ્છેદમાં ઉઘત થઈ પ્રવચનને (જૈન શાસન) ધારણ કરે છે. જેઓ સર્વશ્રુતને ધારણ કરે છે અને શિષ્યોને ભણાવે છે, તે મહાત્મા ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું. જે લાખો ભવમાં બાંધેલાં પાપનો ક્ષણવારમાં નાશ કરે છે, એવા શીલ વ્રતધારી સાધુઓને હું નમસ્કાર કરું છું, સાવઘ યોગ તથા બાહ્ય અને અત્યંતર ઉપાધિને (બાહ્ય ઉપાધિ વસ્ત્ર પાત્રાદિ ઉપકરણો અને અભ્યતર ઉપાધિ વિષય કશાય આદિ) હું યાવન મન, વચન કાયાથી વોસરાવું છું. હું માવજજીવ ચતુર્વિધ આહારનો ત્યાગ કરું છું અને ચરમ ઉચ્છવાસ સમયે દેહને પણ વોસિરાવું છું.”
દુષ્કર્મની ગઈણા, પ્રાણીઓની લમણા, શુભ ભાવના, ચતુદશરણ, નમસ્કાર સ્મરણ અને અનશન પ્રમાણે છ પ્રકારની આરાધના કરીને તે નંદન મુનિ પોતાના ધર્માચાર્યને, સાધુઓને અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા. અનુક્રમે એ મહામુનિ સાઠ દિવસ સુધી અનશન વ્રત પાળી પચ્ચીશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીમૃત્યુ પામીને પ્રાણી નામના દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાત શયામાં ઉત્પન્ન થયા.
આ દેવલોકમાં તેમણે વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ભરતક્ષેત્રમાં દેવાનંદની કુક્ષીમાં આવ્યા, ત્યાંથી સૌધર્મ દેવલોકના ઈંદ્રસિદ્ઘર્થ રાજાની ત્રિશલા પટરાણી જે એ વખતે ગર્ભિણી પણ હતી, તેના ગર્ભની દેવાનંદાના ગર્ભની સાથે અદલાબદલી કરી અને ગર્ભસ્થિતિ પૂર્ણ થયેત્રિશલા દેવીએ સુંદર પુત્રને જન્મ આપ્યો.આ પુત્રગર્ભમાં આવતાં ઘરમાં, નગરમાં અને માંગલ્યમાં ધનાદિકની વૃદ્ધિ થયેલ તેથી તેનું વર્તુમાન નામ આપ્યું. પણ પ્રભુ મોટા ઉપસર્ગોથી પણ કંપાયમાન થશે નહીં એવું ધારી ઇદ્ર તે જગત્પતિનું મહાવીર એવું નામ
પાડ્યું.