________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૦૦
ચંદનબાળા
ચંપાપુરીનો રાજા દિધવાહન ચેટક રાજાની પુત્રી પદ્માવતી કે જેનું બીજું નામ ધારિણી હતું તેને પરણ્યો હતો. તેમને વસુમતી નામની પુત્રી હતી. આ દધિવાહન રાજાને શતાનિક રાજા સાથે વૈર હતું. તેથી શતાનિક રાજાએ પોતાના સૈન્યને લઈને ચંપાપુરીને ઘેરો ઘાલ્યો, તેથી ઘોર યુદ્ધ થયું. હજારો મનુષ્યો તેમાં મરાયા અને દધિવાહન રાજા રાજય મૂકીને નાસી ગયો અને શતાનિક રાજાએ ચંપાપુરી લૂંટી, તેમાં એક સુભટે દધિવાહન રાજાની રાણી ધારિણીને તથા પુત્રી વસુમતિને પકડ્યાં.
સુભટે ધારિણીને પોતાની સ્ત્રી થવા કહ્યું પણ ધારિણીએ સુભટને ધૂતકારી કહ્યું, "અરે અધમ અને પાપીષ્ટ ! તું આ શું બોલે છે. હું પરસ્ત્રી છું; અને પરસ્ત્રી લંપટ તો મરી નર્સે જાય છે.” પણ સુભટે ધર્મવચનોને ન ગણકારતાં ધારિણીનું શિયળ ખંડન કરવા તેના ઉપર બળાત્કાર કરવા માંડ્યો એટલે ધારિણીએ પ્રાણત્યાગ કર્યો. માતાનો વિયોગ થવાથી વસુમતી વિલાપ કરવા લાગી. કરુણ આક્રંદ કરતી કહેવા લાગી કે, "હે માતા ! તું મારા ઉપરથી સ્નેહ તજીને જતી રહી ! મારે હવે પરહસ્તે પડવું પડશે તો તે કરતાં મારું મૃત્યુ થયું હોત તો સારું હતું." આમ રોતાં કકળતાં તેણે મૃત માતાના પગ પકડી લીધા અને તને હવે હું નહીં જવા દઉં, મને છોડીને નહીં જવા દઉં.”
૪૭.
આવાં આવાં વસુમતીનાં રુદન-વચન સાંભળી સુભટે કહ્યું, "હે મૃગાક્ષી, મેં તને કાં કુવચન કહ્યાં નથી. હું તને પરણવાનો છું એમ તું લેશ માત્ર ધારીશ નહીં.” એમ વસુમતીને સમજાવી ધારિણીના શરીર ઉપરથી હાર વગેરે પ્રમુખ અલંકાર ઉતારી લીધા અને વસુમતિને પોતાના ઘરે લઈ ગયો. પણ ઘરે તેની સ્ત્રીએ તેને સખ્ત શબ્દોમાં સંભળાવી દીધું કે, આ પારકી સ્ત્રીને તમે ઘરે લાવ્યા છો તે હું સહન નહીં કરું. તેને ઘર બહાર કાઢી મૂકો. ઘરેથી આવાં વચનો સાંભળી વસુમતિને લઈ સુભટ બજારમાં વેચવા નીકળ્યો. બજારમાં વસુમતિનું રૂપ જોઈ તેને ખરીદવા ઘણા તૈયાર થયા. ગામની વેશ્યાઓ ' તેને ખરીદવા માગતી હતી, પણ એક ખરીદવા માગતી વેશ્યાએ વસુમતિનો હાથ પકડ્યો એટલે રાજકુમારીએ તેને પૂછ્યું, તમારું શું કુળ છે અને તમે શું કરો છો. વેશ્યાએ ઉત્તર આપ્યો, તારે કુળનું શું કામ છે ? તને ઉત્તમ વસ્ત્રો અને ઉત્તમ ભોજન અમારા ત્યાં મળી રહેશે. પણ વસુમતિ સમજી ગઈ કે આ તો વેશ્યાઓ છે તેથી તેણે તેઓની સાથે જવાની