________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૮૯
એ દરવાજો બંધનો બંધ જ રાખ્યો અને તે કથા લખનારના સમયે પણ બંધ જ હતો. તે દૂર પણ સુભદ્રાએ, હે પરમાત્મા લાજ રાખજે, પરણ્યા વિના બીજો કોઈ ન આભડ્યો હોય કે મનથી વિચાર્યું ન હોય તો વર આ પાણીના છાંટણાથી ઊઘડી જજો એવા ભાવથી પાણી છાંટી તે ચોથો દરવાજો પણ ઉધાડ્યો)
સુભદ્રાનાં સાસરિયાં, સાસુ સસરા, તેનો ભરથાર વગેરેએ સુભદ્રા સતીને ખમાવી. બોલ્યા, ધન્ય સતી, ધન્ય ! તારા જેવી સતી ખરેખર ગામમાં કોઈ નથી.
સુભદ્રાએ સાધુની આંખમાંથી કરુણા ભાવે તરણું કેવી રીતે કાઢ્યું હતું તે સમજાવ્યું અને બધાને સમકિતી બનાવવાના એક માત્ર આશયથી જૈન ધર્મ સમજાવ્યો. છેવટે સતી સુભદ્રાએ દીક્ષા લીધી કર્મો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મુક્તિપુરીમાં ગયાં.
કોઈ કોઈનું નથી
કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે, નાહક રહ્યા છે બધા મથી મથી રે... કોઈ...૧
મનડે માન્યાતા આ બધા મારા, જાણી લે જીવડા નથી કોઈ તારા, જ્ઞાની ગયા છે સહુ કહી કહી રે...કોઈર આ પુત્ર ને, આ મારો તાત છે, આ મારી નારી ને આ મારી માત છે, નાહક રહ્યા છે બધા મથી મથી રે..કોઈ..૩ કોઈક ગયા ને કોઈક જવાના, કોઈ નથી અહીંયા રહેવાના, શાને રહ્યા સો લચી લચી રે..કોઈ....૪ માટે સ્વીકારો શરણું સાચું, દુનિયાનું મેલો શરણું કાચું, ભજો વીતરાગને મથી મથી રે...કોઈ...૫