________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૮૮
શબ્દો કહ્યા અને તેના દીકરા બુદ્ધુદાસને ચઢાવ્યો કે, 'તારી વહુ તો કુલટા છે. તેને પેલા સાધુ સાથે કાળું કામ કર્યું છે.
સુભદ્રાને માથે કલંક આવ્યું. એનો ધણી પણ પોતાનો પક્ષ લઈ કંઈ બોલતો નથી. નિર્દોષ સાધુ અને પોતાનું કલંક દૂર કરવા સુભદ્રાએ અન્નજળનો ત્યાગ કર્યો.
સતી ઉપર આવી પડેલ આ અપાર દુ:ખ દેખી શાસન સેવક દેવતાએ સતી ને સહાય કરવા નક્કી કર્યું અને ચંપાનગરીના ચારે દરવાજા બંધ કરી દીધા. આથી ચંપાનગરીમાં હાહાકાર મચ્યો. દરવાજા ઉઘાડવા નગરજનો તથા રાજાના સુભટોએ ઘણી મહેનત કરી. દરવાજા ઊઘડતા ન હતા તેથી તેનાં દ્વાર તોડી નાખવા સુભટોને રાજાએ હુકમ આપ્યો પણ તેઓ દરવાજા ન તોડી શક્યા. રાજા તથા પ્રજા ચિંતામાં પડી ગયાં.
થોડા વખત બાદ આકાશવાણી થઈ કે, "જે સતી હશે તે કાચા સૂતરના તાંતણે આટો ચાળવાની ચાલણીમાં કૂવામાંથી પાણી કાઢી દરવાજાને છાંટશે તો દરવાજા ઊઘડશે."
આવી આકાશવાણી સાંભળી, ચંપાનગરીની શેઠાણીઓ તથા રાજાની રાણીઓ હું સતી, હું સતી' એમ માનતી કૂવામાંથી પાણી કાઢવા વારાફરતી ચારણી કાચા સૂતરથી બાંધી મહેનત કરવા લાગી, પણ કોઈ આ રીતે પાણી કાઢી ન શક્યું. તેઓ નીચું મોં કરી પાછી ફરી.
રાજાએ નગરીમાં ઢંઢેરો પિટાવ્યો કે જે આ રીતે દરવાજા ઉઘાડશે તેને ઘણું ધન આપવામાં આવશે. સુભદ્રાએ આ ઢંઢેરો સાંભળ્યો અને દ્વાર ઉધાડવા જવા સાસુ માની આજ્ઞા માગી. સાસુએ બ્રેધથી કીધું, બેસ બેસ. છાની માની. તારાં ચરિત્ર ક્યાં અજાણ્યાં છે ! હવે ગામ આખામાં ફજેત થયું છે ?
પણ મક્કમ મને સાસુનું કહેવું ન ગણકારતાં નવકાર ગણતાં ગણતાં કૂવા પાસે ગઈ, કાચા સૂતરના તાંતણે ચારણી બાંધી. કૂવામાં નાખી અને ગામ લોકોની અજાયબી વચ્ચે તેણે ચારણી ભરી પાણી કાઢ્યું. આ વખતે દેવતાઓએ ફૂલની આકાશમાંથી વૃષ્ટિ કરી. સુભદ્રાએ વારાફરતી એકેક દ્વાર ઉપર પાણી છાંટી ત્રણ દરવાજા ઉઘાડ્યા અને ગામમાં બીજી કોઈ સતી હોય તો આવે અને ચોથું દ્વાર ઉઘાડવા આવાહન આપ્યું પણ કોઈ તે રીતે ઉધાડવા આગળ ન આવ્યું. (બીજા કથાગ્રન્થોમાં એવી વાત આવે છે કે), મારા જેવી કોઈ બીજી સતી હશે તે આ દરવાજો ખોલશે - એમ કરીને