________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૯૦
| વંકચૂલ
૪૩.
વિરાટ દેશમાં પેઢાલપુર નામે નગર છે, ત્યાં શ્રીગૂલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુમંગળા પટરાણી હતી. તેમને પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર અને પુત્રી હતા.
પુષ્પચૂલ યૌવનાવસ્થામાં આવ્યો ત્યારે જુગારનો વ્યસની થયો. જુગારી હોવાને લીધે પૈસાની જરૂર પડવાથી નાની મોટી ચોરી કરવા લાગ્યો. કર્મ સંજોગે પગમાં ખોડ હોવાથી જરાક વાંકો ચાલતો હતો. તેથી લોકો તેને વંકચૂલ કહેતા હતા. માતાપિતા તેની આવી વર્તણુકથી કંટાળી ગયાં. સુધરવાનાં કોઈ લક્ષણ ન દેખાતાં તેમણે વંકચૂલને દેશપાર કર્યો.
વંકચૂલ પોતાની સ્ત્રી તથા બહેનને લઈને નગર બહાર નીકળી જંગલમાં એક પલ્લીમાં ગયો જ્યાં ભીલ-ભીલડીઓ રહેતાં હતાં અને ગામેગામ ચોરી અને ધાડ પાડવાનો ધંધો કરતાં હતાં. થોડા વખત બાદ પલ્લી પતિનું મૃત્યુ થવાથી વંકચૂલ યોગ્યતાના હિસાબે પલ્લીપનિ થયો
એકદા જ્ઞાનતુંગ નામના આચાર્ય મહારાજા તેમના કેટલાક સાધૂ સાથે ત્યાં આવી પહોંચ્યા. ચોમાસાનો કાળ પણ આવી પહોંચ્યો અને મેઘ વરસવા માંડ્યો એટલે આચાર્ય ભગવંતે ત્યાં જ ચોમાસું વ્યતીત કરવાનું વિચાર્યું અને વંકચૂલને ત્યાં ચોમાસામાં રહેવા માટે પૂછ્યું. વંકચૂલે જો તેઓ કોઈ જાતનો કોઈને પણ ઉપદેશ ન આપે તો ત્યાં રહેવા હા પાડી.
તે પલ્લીમાં આચાર્ય મહારાજે ચોમાસું વ્યતીત કર્યું. ચોમાસા દરમ્યાન તેઓએ સ્વાધ્યાય, અધ્યયન અને તીવ્ર તપશ્ચર્યા કરતા રહ્યા અને નક્કી કર્યા મુજબ કોઈ જાતનો ઉપદેશ કોઈ પણ ત્યાં રહેતાને આપ્યો નહીં. ચોમાસું પૂરું થતાં આચાર્ય મહારાજ વંકચૂલને કહેવા લાગ્યા, હે પલ્લીપનિ વંકચૂલ, ચોમાસું ગયું. હવે અમે વિહાર કરીશું." તે સાંભળીને વિંકચૂલ કેટલાક પરિવાર સહિત તેમને વળાવવા તેમની પાછળ ચાલ્યો. ચાલતાં ચાલતાં વંકચૂલની હદ પૂરી થઈ એટલે આચાર્યશ્રીએ તેને પૂછ્યું આ કોની સીમા છે? વંકચૂલે જણાવ્યું કે, આ મારી સીમા નથી એટલે આચાર્ય મહારાજે કહ્યું, હે મહાભાગ! અમે તારા સમાજમાં આખું ચોમાસું રહ્યા. અમો નિરંતર સ્વાધ્યાય - અધ્યયન આદિ કરતા રહ્યા. પણ તારી સમાજના કોઈને પણ કદી ઉપદેશ આપ્યો નથી. પણ હવે જતી વખતે તેને ઉપદેશ આપવો છે કે તું કંઈ અભિગ્રહ લે; વ્રત પાલનથી પ્રાણી સુખ પ્રાપ્ત કરે છે.