________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦
મળે છે. ગામડાંનાં અજ્ઞાન, વ્યસને, સંગઠનને અભાવ, અસ્વચ્છતા અને રૂઢિમમત્વ પણ તેમાં વ્યાખ્યાતાએ ચીંધ્યાં છે. આપણી સંસ્કૃતિ કેમ તૂટી, આજની કેળવણીએ આપણને કેવા કરી મૂકયા, ગાંધીજીએ તેમાં કેવું પરિવર્તન આણ્યું વગેરે મુદ્દાઓ મહારાજે પોતાની સીધી, સરળ, સ્પષ્ટ અને લેગમ્ય ભાષામાં સાહજિકતાથી છણ્યા છે. ગ્રામીણ લેકસમાજનાં ઉપાદેય અને હેય તને પૂરેપૂરા પિછાણી મહારાજે તેનું સાચું , નિદાન કરીને શ્રમસેવારૂપી ઔષધની પુસ્તકમાં હિમાયત કરી છે.
સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે શ્રો. વિદ્યાબહેન નીલકંઠ અને શ્રી પ્રભુદાસ પટવારી પાસે સંપાદન કરાવેલ “સ્ત્રીઓના વિવિધ પ્રશ્નો' સ્ત્રીઓની વર્તમાન સામાજિક, આર્થિક, શિક્ષણવિષયક અને શારીરિક સ્થિતિનો સમગ્ર ખ્યાલ આપતા સાત ઈનામી નિબ ધન સંગ્રહ છે. સાતમાંથી માહિતીની દૃષ્ટિએ પહેલા ત્રણ નિબંધ ધપાત્ર ઠરે તેમ છે. સાતે લેખકની વિચારણા આવેશ ને ઊમિલતારહિત સ્વસ્થતાવાળી છે, સંપાદકો અને પ્રકાશકનાં નિવેદને તથા ગ્રંથાજો છાપેલા સમાજમાં સ્ત્રીઓના સ્થાન વિશેને ગાંધીજીના વિચારે મનનપ્રેરક છે.
આ ઉપરાંત સમાજની તથા નારીજીવનની વિચારપ્રેરક સામગ્રી માટે “સબળભૂમિ ગુજરાત' (રાયચુરા ), “કાઠિયાવાડના મૂમના” (ભગવાનલાલ માંકડ), ગુજરાતની શરીરસંપત્તિ' (અનામી), “પ્રસુતિ' (ડો. રતિલાલ ભટ્ટ), “હળપતિમુક્તિ” (જુગતરામ દવે), વગેરે પુસ્તકે આ વિભાગમાં ઉલ્લેખી શકાય. સંસારશાસ્ત્રની કેટલીક સમસ્યાઓ છણીને તે દ્વારા માર્ગદર્શન કરાવવાને આ દાયકે રા. સોપાને ઠીક પ્રયત્ન કર્યો છે. “લગ્નસાધનામાં તેમણે આજનાં કુમાર-કુમારિકાઓનાં જીવન અને લગ્ન સંબંધી સ્વસ્થ ને વિશદ ચર્ચા કરી છે. રા. મંજુલાલ દેસાઈએ “હસ્તમેળાપ'માં વિવાહ સંસ્કાર, લગ્નસંસ્થા અને લગ્નજીવનના આદર્શો વિશે સારી સામગ્રીનો સંચય કર્યો છે. શ્રી. સોપાનની જેમ શ્રી. મનુમતી અને શ્રી દેવશંકર મહેતાએ “મૂંઝવતા પ્રશ્નો માં પણ એ જ પ્રકારના પ્રશ્નો છેડયા છે.
અર્થશાસ્ત્રમાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવું પુસ્તક શ્રી. નરહરિભાઈ પરીખનું માનવ અર્થશાસ્ત્ર’ છે. અર્થશાસ્ત્રના સ્વતંત્ર મૌલિક ગ્રંથ ગુજરાતીમાં છે જ નહિ, એવી પરિસ્થિતિમાં આ ગ્રન્થ ખૂબ મહત્વને ઠરે છે. “પ્રાસ્તાવિક “ઉત્પાદન,” “વિનિમય,' “વહેંચણી,' “વ્યય,” “નવીન અર્થરચના' અને “મૂળ ઉદ્યોગે ' એ સાત ભાગમાં અર્થશાસ્ત્રનાં મૂળતની અને એને