________________
ગયા દાયકાના વામય પર દષ્ટિપાત સાચવણી આ હદબહાર લાંબા થઈ ગયેલા નિબંધના વાચનને સહ્ય બનાવે તેમ છે.
શ્રી. વિમલ શાહ અને શ્રી. સરલા શાહમૃત “ભુવેલની તપાસ” ખંભાત પાસેના ભુવેલ ગામની સામાજિક અને આર્થિક તપાસનો અહેવાલ ' છે. તંદુરસ્તી, સ્વચ્છતા, સામાજિક અને ધાર્મિક જીવન, રાજ્યવહીવટની
વ્યવસ્થા ઉપરાંત આર્થિક જીવન વગેરે લોકજીવનનાં સર્વ પાસાંને ચિતાર તેમાં મળે છે. ખેતીવાડી, જમીનની વહેંચણીની પ્રથાઓ, ગામડાના ધંધારોજગાર, લોકોની સામાજિક અને ધાર્મિક રૂઢિઓ, તેમની આવક -જાવક અને દેવું, સહકારી તંત્ર અને ગામને લગતી સામાન્ય માહિતી આદિ અનેક બાબતોની વ્યવસ્થિત રજુઆત એમાં થઈ છે. પરિશિષ્ટો, અપરિચિત શબ્દોની સમજુતી, અનેક કેઠાઓ, આકૃતિઓ, નકશાઓ તથા ફોટોગ્રાફોથી પુસ્તક શાસ્ત્રીય અભ્યાસ અને નિરીક્ષણના નિચેડરૂપ બનવા ઉપરાંત સમાજવિદ્યાની વ્યાવહારિક તાલીમની દિશામાં નવું પગલું પાડે છે.
આચાર્ય ધ્રુવ, મહામહોપાધ્યાય શ્રીધર શાસ્ત્રી, પાઠક અને પાંડુરંગ વામન કાણે તથા બીજા વિદ્વાનોનાં સંશોધન-વિવેચનો લાભ લેવા ઉપરાંત અનેક ધર્મગ્રંથમાંથી પુષ્કળ સામગ્રી તારવીને તે દ્વારા શ્રી. ચંદ્રશંકર શુકલે “મંદિર પ્રવેશ અને શાસ્ત્રો માં પ્રતિપાદિત કર્યું છે કે વેદકાળમાં અસ્પૃશ્યતા નહેતી; પુરાણમાં ચાંડાલ, ગુહને ભીલ અસ્પૃશ્ય નથી ગણાયાઃ ગીતા, ભાગવત અને ભાગવતધર્મમાં ચાંડાલદ્વેષને અવકાશ જ નથીઃ શંકરાચાર્ય આદિ ધર્માચાર્યો અને એકનાથ આદિ સંતોએ અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો છે. જૈન, બૌદ્ધ, પુષ્ટિમાર્ગ અને સ્વામીનારાયણ સંપ્રદાયના મૂળ સંસ્થાપકોનાં વચનોને અસ્પૃશ્યતાને કોઈ રીતે ટકે નથી – અસ્પૃશ્યતાને શાસ્ત્રસંમત ધર્મ માની બેઠેલી હિંદુ જનતાને ભ્રમ દૂર કરવા વેદકાળથી માંડીને આજ સુધીના ત્રષિમુનિઓ, ધર્માચાર્યો અને સાધુસંતોનાં વચને તે તે પ્રસંગોની કથાઓ સાથે પુસ્તકમાં ટાંકવામાં આવ્યાં છે. એકંદરે આજના સવર્ણોનું હરિજનો પ્રત્યેનું વલણ-વર્તન કેટલું વિચારમૂઢતાવાળું અને અધાર્મિક છે એનું સચોટ ભાન પુસ્તક કરાવે છે.
ગામડાંની ઉત્પત્તિ કેમ થઈ એ વર્ણવી પચાસ વર્ષ પહેલાંનાં ગામડાંનાં તંત્ર, સમાજજીવન, શિક્ષણ, તહેવારો, લોકોના આચારવિચાર, શ્રમવ્યવસ્થા અને દિનચર્યાનું યથાર્થ નિરૂપણ શ્રી. રવિશંકર મહારાજે બેચાસણના વલ્લભવિદ્યાલયમાં આપેલાં વ્યાખ્યાનના સંગ્રહ “ગ્રામરચનામાં