________________
ગયા દાયકાના વાભય પર દષ્ટિપાત સંડેર નામના ઉત્તર ગુજરાતના એક ગામડા વિશે નવી સામગ્રી પૂરી પાડી છે, તે બીછમાં મલ્લવિદ્યા તથા ધનુર્વેદને ધંધે સ્વીકારનાર એક વાર બ્રાહ્મણ જ્ઞાતિના પુરાણુ-ઇતિહાસને પરિચય કરાવ્યો છે.
શ્રી. રામલાલ મોદીએ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને સંસ્કૃત “યાશ્રય” મહાકાવ્યમાંથી મધ્યકાલીન ગુજરાતના સામાજિક ઇતિહાસની ઉપલબ્ધ એટલી બધી સામગ્રીને ઉ૫યોગ “મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ એ પુસ્તકમાં કર્યો છે. પુસ્તકમાં સામાજિક તત્તની ઠીકઠીક તારવણી છે. એમાંની ઘણી હકીકતે નક્કર અને કુતૂહલપેષક હોવાથી પુસ્તક રસપ્રદ બન્યું છે.
હિંદની અંગ્રેજ વેપારશાહી'માં ઈતિહાસનું નવું સંશાધન નથી, પણ સ્વતંત્ર રાષ્ટ્રીય દષ્ટિ છે. ફિરંગી, વલંદા, અંગ્રેજ ને ફેન્ય વેપારીએના હિંદપ્રવેશ અને વેપારરીતિના હેવાલથી માંડીને નાના ફડનવીસના મૃત્યુ સુધીને ઈતિહાસ બાર ખંડમાં શ્રી. મગનભાઈ પ્ર. દેસાઈએ તેમાં આલેખ્યો છે. એમાં નિરૂપિત ભારતીય દષ્ટિ, સ્વતંત્ર રાષ્ટ્રચિંતન અને ઈતિહાસ-પૃથકકરણ ઈતિહાસના અભ્યાસીઓને મદદગાર બનશે એમાં શંકા નથી.
શ્રી. ચંદ્રભાઈ ભટ્ટનાં “ક્રાતિનાં પરિબળો” અને “લોકક્રાન્તિ” જગતકાન્તિના ઈતિહાસનું રેખાદર્શન કરાવવાના હેતુથી લખાયેલાં છે. ઈ. સ. પૂર્વે ૧૨૦૦-૧૩૦૦ વર્ષથી શરૂ કરીને રૂસી લોકક્રાતિ સુધીની ઘટનાઓને આ બંને પુસ્તકમાં સમાવેશ છે. લેખકની દષ્ટિ ચેખા સામ્યવાદથી રંગાયેલી હોવાથી ક્રાન્તિને કારણરૂપે તેઓ અનિષ્ટ વર્ગભેદ અને આર્થિક શોષણનીતિને જ આગળ કરે છે અને ઘણે સ્થળે ચારણિયા શૈલી અને અતિશયોક્તિમાં ઊતરી પડે છે.
આ ઉપરાંત આ વિભાગમાં આવતાં “બ્રહ્મદેશ' (૨મેશનાથ રંગનાથ ગૌતમ), “આપણું બાંધવરાષ્ટ્ર ચીન” (જીવણલાલ ચાંપાનેરીઆ), “રાતું રૂસ’ અને ‘જય સોવિયેટ” (ચંદ્રભાઈ કા. ભટ્ટ), “જય ઈડોનેશિયા' અને
આપણે સાગરસૈનિક' (મહેન્દ્ર મેઘાણી ) વગેરે માહિતી પૂર્ણ પુસ્તકે ઉલ્લેખવાં જોઈએ. ગુજરાત સાહિત્ય સભાના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલા પ્રથમ ઈતિહાસ સંમેલન પ્રસંગે રજૂ થયેલા નિબંધમાંથી ચુંટેલા ૨૦ નિબંધના સંગ્રહ “ઈતિહાસ સંમેલન-નિબંધસંગ્રહ’ને મુખ્યત્વે તેમના “પશ્ચિમી ક્ષત્રપો' ( માંકડ ), “ઈતિહાસલેખન' (રામલાલ