SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ દર - થ અને ગ્રંથકાર પત્ર ૧૦ ભારેભાર સામગ્રી રજુ કરતી, તત્કાલીન સમાજ-સંસ્કૃતિના અભ્યાસ માટે ઘણી માહિતી પૂરી પાડતી, અલંકારમય અને સમાસપ્રચુર વર્ણનથી ખચિત “વસુદેવહિંડી-ભા. ૧'ની પદ્યકથા આર્ષપ્રાકૃતમાં લખાયેલ જૈન કથાગ્રંથના. પ્રથમ ખંડને ગુજરાતી અનુવાદ છે. મૂળ ગ્રંથ વચ્ચે વચ્ચે તૂટક હોવાને લીધે તેમાં સંપાદકની નિર્ણાયક અનુમાનબુદ્ધિને સારી પેઠે શ્રમ લે પડે છે. શાસ્ત્રીય પદ્ધતિએ “પંચતંત્ર'ની સર્વ પાઠપરંપરાઓને તુલનાત્મક અભ્યાસ કરીને તેનું સાંગોપાંગ પ્રમાણભૂત સંસ્કરણ તૈયાર કરવાને અને તેની સાથે મુખ્ય તેમજ વધારાની સઘળી નાની મોટી કથાઓને શિષ્ટ અને પ્રૌઢ ગુજરાતી ભાષામાં યથાર્થ અનુવાદ આપવાને પુરુર્ષાર્થ કરનાર સાંડેસરા પહેલા જ વિદ્વાન છે. “પંચતંત્રની આટલી સંપૂર્ણ અને સર્વ ગ્રાહી સંપાદના હિંદભરમાં થઈ નથી; એટલું જ નહિ જગતભરમાં પણ પંચતંત્ર'નું પુનર્વસન કરનાર ડે. એગટન અને “તંત્રાખ્યાયિકા ના સંપાદક ડૉ. હર્ટલના તે પ્રકારના પ્રયાસો સિવાય ભાગ્યે જ અન્ય કોઈ કૃતિ આ સંપાદનની તોલે આવી શકે. શ્રી. સાંડેસરાએ આ સમર્થ કૃતિને અંગ્રેજીને બદલે ગુજરાતમાં ઉતારીને ગુજરાતી ભાષા અને પ્રજા ઉભયનું ગૌરવ વધાર્યું છે. ' “સત્તરમાં શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય'નું સંપાદન પણ શ્રી. સાંડેસરાએ જ કર્યું છે. આ શતક દરમિયાન રચાયેલાં વિવિધ વિષય, પ્રકાર અને શૈલીનાં આઠ ગુજરાતી કાવ્યોનો આ સંગ્રહ “પ્રેમપચીશી', ‘માધવાનલકથા', “હરિલીલામૃત”, “કપિલ મુનિનું આખ્યાન' આદિ આઠ મધ્યકાલીન કૃતિઓને સમાવે છે. ઉપદ્દઘાતમાંની વિવિધ પ્રતિ, કવિઓ ને કૃતિવિષયક માહિતી અને અંતે “શબ્દકોશ'માં આપેલ વ્યુત્પત્તિ સહિત શબ્દાર્થો .કાવ્યના અભ્યાસ પૂરતું કીમતી માર્ગદર્શન આપે છે. શ્રી. કેશવરામ શાસ્ત્રીએ મહાભારતનાં જુદાં જુદાં પર્વોને આધારે વિવિધ ગુજરાતી કવિઓએ રચેલાં પદબંધ આખ્યાનોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીને “મહાભારત'ની ગ્રંથમાળાનો ચોથો અને સાતમો ભાગ આ દાયકામાં પ્રગટ કર્યો છે. આ પ્રકારનાં સંશોધન-સંપાદનકાર્ય માત્ર બે જ રીતે લાભકારી. એક તો મધ્યકાલીન કવિઓએ મહાભારતના ભવ્ય વસ્તુને ગુજરાતી ભાષામાં ઝીલતાં કેવીક કવિત્વશક્તિ બતાવી છે તેને તુલનાત્મક તેમ સમગ્ર ખ્યાલ મળે છે અને બીજું ભાષાશાસ્ત્રની દષ્ટિએ તે કેટલાક
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy