________________
બધા દાયકાના વાય ૫૨ દષ્ટિપાત
શ્રી. પ્રસન્ન વકીલે પીએચ. ડી.ની ડીગ્રી માટે તૈયાર કરેલ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ” વિશેને મહાનિબંધ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓ ઉપર નરસિંહરાવથી ચાલેલી સાઠમારીને અંત આણે છે. એમાં લેખકને તેમના સર્વ પુરોગામીઓની ચર્ચાઓ ને સંશોધનોને લાભ મળ્યો છે. અનેક પ્રમાણે આપીને, બંને પક્ષનાં સબળ-દુર્બળ વિધાને યથાતથ રજુ કરી ગ્ય દલીલેથી તેમનું પુરસ્કરણ કે નિરસન કરી શ્રી. વકીલે પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ તારવી આપી છે. તર્કશુદ્ધિ, શાસ્ત્રીય તટસ્થતા, સુવ્યવસ્થા અને વિશદ છણાવટ આ પુસ્તકના મુખ્ય ગુણો છે.
શ્રી વિજયરાય વૈદ્યક્ત “લીલાં સૂકાં પાન” “કૌમુદીસેવકગણના ઠીંગરાયેલ સ્વપ્નના તેજસ્વી અવશેષરૂપ છે. નર્મદયુગનાં પ્રેરક બળ અને પ્રવાહને અભ્યાસ કરનારને વિરલ અને પ્રમાણભૂત સામગ્રી ઉપરાંત તે જમાનાની સિદ્ધિઓને માપવાનું સ્થિર, નીતરેલું ધોરણ એમ મળી રહે તેમ છે. - સ્વ. મેઘાણીએ દટાઈ જતા કંઠસ્થ ચારણી સાહિત્યને પ્રકાશમાં આણવાના હેતુથી ચારણુ પ્રજા અને તેણે સર્જેલા લોકસાહિત્યને વિસ્તૃત પરિચય તેની સ્પષ્ટ મૂલવણી સહિત “ચારણો અને ચારણી સાહિત્યમાં કરાવ્યો છે.
સ્વ. રામલાલ મોદીની “ભાલણ, ઉદ્ધવ અને ભીમ' તથા દી. બ. કૃષ્ણલાલ ઝવેરીની “ગુજરાતીઓએ લખેલા ફારસી 2 થે' એ બંને પુસ્તિકાઓ તેના કર્તાઓના પ્રિય વિષયોનું મહત્વનું સંશોધન પૂરું પાડે છે.
વિવિધ વાચનાઓ અને પ્રચલિત પાઠોની ઐતિહાસિક તેમજ તાવિક તુલના દ્વારા કરેલું હસ્તપ્રતોનું શાસ્ત્રીય સંપાદન, વિસ્તૃત અભ્યાસપૂર્ણ ઉપોદઘાત અને ટિપણો વગેરેથી મંડિત શ્રી. સાંડેસરાસંપાદિત “કપૂરમંજરી,” “વસુદેવહિન્દી,” “પંચતંત્ર” અને “સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો.' શાસ્ત્રીજી-સંપાદિત “મહાભારત-ગ્રંથ ૪ અને ૭,’ ‘હંસાઉલી, પ્રે. કાન્તિલાલ વ્યાસસંપાદિત “વસંતવિલાસ” અને શ્રી ઉમાશંકરસંપાદિત “કુલાત કવિ' આ દાયકાનાં ગણનાપાત્ર સંપાદનો છે.
એમાંથી કપૂરમંજરી” સં. ૧૬૦૫માં મતિસાર નામના કવિએ દુહા અને ચોપાઈમાં રચેલું ૪૧૧ પંકિતનું સામાન્ય કથાકાવ્ય છે. પણ તેની ખરી ઉપયોગિતા તેમાં સચવાઈ રહેલી ગુજરાતીની બીજી ભૂમિકાના અંતિમકાળની ભાષાને લીધે છે. જૈન પુરાણકથા તથા શુદ્ધ લોકવાર્તાની