________________
૪૮
•
ગ્રંથ અને ગ્રંથકાર પુ૧૦ મુંબઈ), “શતાબ્દી વ્યાખ્યાનમાળા' (ગુ. વિદ્યાસભા ), “ગ્રંથકાર સંમેલન વ્યાખ્યાનમાળા (પ્રાગ્ય વિદ્યામંદિર, વડોદરા) અને વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાનસંગ્રહ (મુંબઈ યુનિવર્સિટી) તેમના વિવિધ વ્યાખ્યાતાઓની વિદ્વત્તા અને વિષયના ઊંડા શાસ્ત્રજ્ઞાને અભ્યાસગ્ય બન્યા છે.
હાસ્યસાહિત્ય
નિબંધિકા બીજા પ્રતિની સરખામણીમાં ઊભો રહી શકે તેટલો હાસ્યરસિક સાહિત્યને ફાલ આ દાયકે આપણે ત્યાં ઊતર્યો છે. દેશહીન, કટાક્ષથી મુક્ત એવા નિર્દોષ હાસ્યની શરૂઆત આગલા દાયકાથી થઈ છે, જેમાં શ્રી.
તીન્દ્ર દવે, શ્રી. ધનસુખલાલ મહેતા તથા કાકા કાલેલકરને ફાળે મટે છે. અગાઉના વખતમાં પાત્ર કે પ્રસંગને અનુલક્ષીને વિનોદ કરવામાં આવતા અને તેમાં અમુક વ્યક્તિને કે વર્ગને લક્ષ્ય બનાવવામાં આવતો. હવે હાસ્ય વૃત્તિનિષ્ઠ બન્યું છે, અર્થાત્ એનું સ્વરૂપ વિશાળ બન્યું છે. મનુષ્યને ઉતારી પાડ્યા વિના, તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવીને આધુનિક હાસ્યકાર તેની વૃત્તિને જ દોષ બતાવે છે. આમ થતાં હાસ્યમાંથી અતિશયોક્તિનું તત્ત્વ ઘણે અંશે નાબૂદ થવા લાગ્યું છે. કૃત્રિમતા કે અસ્વાભાવિક્તા પણ એમાંથી ઓસરવા લાગી છે અને શુદ્ધ જીવનલક્ષી હાસ્યને ઉદ્દભવ થયો છે. શ્રી જ્યોતીન્દ્ર અને કાકાસાહેબનાં લખાણોમાં આ શુદ્ધ જીવનલક્ષી હાસ્યતત્ત્વ મોટા પ્રમાણમાં માલુમ પડે છે. એમની રસિક ચાર્ટુક્તિઓ અને વિદપ્રધાન પ્રસંગે વાંચતાં આપણને તે સંભવિત લાગશે એટલું જ નહિ, આપણું સ્વાભાવિક વર્તનમાંથી કે જિંદા જીવનમાંથી જ એ પ્રસંગ ઉપાડ્યા હેય એમ જણાશે. નિખાલસ અને વિશાળ માનવભાવથી ભરપૂર આવું અહિંસક વિદિનું તત્ત્વ આ દાયકે એકંદરે સારા પ્રમાણમાં જોવા મળે છે, તેથી કહી શકાય કે આપણે ત્યાં હાસ્યલેખનનું ધોરણ ઉત્તરોત્તર ઊંચું ચડતું જાય છે.
હાસ્યરસિક કવિતા તથા નવલકથા વિશે તે તે વિભાગોમાં કહેવાઈ ગયું છે તેથી હવે વિધલક્ષી નિબંધસાહિત્યની જ સમીક્ષા અત્ર લક્ષ્ય છે.
ગયા દાયકાના જાણીતા હાસ્યલેખકો ધનસુખલાલ, રામનારાયણ, ગગનવિહારી મહેતા, ઓલિયા જોષી, જાગીરદાર, જદુરાય અંધેડિયા, પ્ર. દૂરકાળ આદિની કૃતિઓ આ દાયકે આપણને મળી નથી, પણ જતીન્દ્ર, મસ્તફકીર, નવલરામ ત્રિવેદી, વિજયરાય, બેકાર આદિએ