________________
૩૯
ઈતિહાસ” એ પુસ્તકમાંથી, “નવજીવન'માંના કેટલાક લેખમાંથી, મણિબહેને એકઠી કરી રાખેલી સામગ્રી અને અન્ય નિકટના સંગીઓ તરફથી લેખકે ચીવટ, ખંત અને નિષ્ઠાથી વલ્લભભાઈની ચરિતસામગ્રી ભેગી કરીને તેને ઉચિત ઉપયોગ કર્યો છે. તેમના નિરૂપણમાં વ્યવસ્થા, સરલતા, ચોકસાઈ અને સાદાઈ છે. સરદારના જટિલ વ્યક્તિત્વનાં અનેક પાસાં ગ્ય પ્રસંગો દ્વારા ઊકેલીને, તેમના વિશે તરેહતરેહના ગપગોળા વહેતા મૂકનાર સૌને શ્રી નરહરિભાઈએ આ ચરિત્ર દ્વારા ચૂપ કર્યા છે. એમના કુટુંબજીવન ઉપરાંત સામાજિક અને મુખ્યતઃ રાષ્ટ્રીય જીવનનું તથા તેમનાં સ્વભાવ, વિચાર, વલણ અને શ્રદ્ધાનું વિગતવાર દર્શન આ પુસ્તકમાં થાય છે. કે પુસ્તકમાં સરદારના જાહેર જીવનનું અને શક્તિઓનું જેટલું ઝીણવટભર્યું વર્ણન છે તેટલું તેમના અંગત જીવનનું અને સ્વભાવનું નિરૂપણ થયું નથી. સરદારના સમયનું સામાજિક વાતાવરણ પણ એટલી સચોટતાથી ચિત્રિત થયું નથી. તેને બદલે રાજકીય વાતાવરણ અતિ લંબાણથી આલેખાયું છે. સાહિત્યિક રજુઆત અને મહાદેવભાઈના જેવી શિલી કે પ્રમાણુદષ્ટિ આ ચરિત્રને સાંપડી નથી. વિગતો અને રાજકીય વૃત્તતિની કેટલીક પુનરાવૃત્તિઓ તથા કેટલાંક અનાવશ્યક વિષયાંતરો પણ તેમાંથી ટાળી શકાય છે. તે પણ સરદારના મહાન વ્યક્તિત્વને સમજવા અને તેમની શક્તિઓ અને સિદ્ધિઓને પિછાનવા માટે આ એક જ વિસ્તૃત અને પ્રમાણભૂત પુસ્તક હાલ તો ઉપલબ્ધ છે.
આ ઉપરાંત “મહારાજ થયા પહેલાં', “રવિશંકર મહારાજ', “અમારાં બા', “બાપુની પ્રસાદી', “મહાદેવભાઈનું પૂર્વચરિત'
મોતીભાઈ અમીન : જીવન અને કાર્ય”, “મહાવીરકથા ”, “વડોદરાનરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, ભાગ ૧-૨', “કલાપી”, “પં. ભગવાનલાલ ઈન્દ્રજી', “બાપુની ઝાંખી', “સાગર-જીવન ને કવન', “દી. બ. અંબાલાલભાઈ', “કલ્યાણરાય બક્ષીનું જીવનવૃત્તાંત', “સરદાર પૃથ્વીસિંહનું જીવનચરિત”, “ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ', “તર્પણ” (શ્રી. વિઠ્ઠલરાય મ. મહેતાનાં સ્મરણચિત્રો), “શ્રી. શારદાદેવી', “ચલ દિલ્હી', “દેશભક્ત ભુલાભાઈ', “ગાંધીજીના સાનિધ્યમાં” “મહારાજની સાથે', “શ્રીમન્નસિંહાચાર્યજી', “કવિવર રવીન્દ્રનાથ ઠાકુર', “કાઠિયાવાડના ઘડવૈયા', આદિ છોટાંમોટાં નોંધપાત્ર જીવનવૃત્તાંતોમાં તેમના લેખકનાં અભ્યાસ, વિભૂતિપૂજા, અનુભવસંસ્મરણોની ઉષ્મા અને આકર્ષક શિલો વરતાય છે.