________________
ગ્રંથ અને ગ્રંથકા૫ ૫૦ ૧૦ ગાંધીજી વિશે તે પાંત્રીસથી ય વધુ ચરિત્ર-પુસ્તકે મળે છે. આ દાયકાનું કઈ વર્ષ એવું કોરું નહિ ગયું હોય, જેમાં ગાંધીજીના ચરિત્ર વિશેનું કોઈ ને કોઈ પુસ્તક પ્રગટ થયું નહિ હોય. સર્વમુખી વ્યક્તિત્વ ધરાવનાર આવા મહાન પુરુષના જીવનનું પ્રતિબિંબ અનેક ગ્રંથોમાં ઝિલાતું રહે એમાં કશું આશ્ચર્ય પણ નથી.
પરંતુ ચરિત્રગ્રંથનું પ્રમાણ અને ચરિત્રનાયકની સૃષ્ટિનું વૈવિધ્ય જેટલું સંતોષપ્રદ છે તેટલું ચરિતાલેખન નથી. અણુશુદ્ધ, સર્વાગ સંપૂર્ણ જીવનચરિત્રો કરતાં નાયક વિશેની ચરિત્રસામગ્રીનો સંગ્રહ કરનારાં કે તારવણી દ્વારા તૈયાર કરેલાં પુસ્તકે અહીં વિશેષ જોવા મળે છે. સર્જનાત્મક શૈલીમાં ચરિત્રનાયકના અંતર અને બાહ્ય, અંગત અને જાહેર જીવનનાં તમામ પાસાંને આલેખીને તેને સમગ્ર જીવનનું તેમજ તેની સમકાલીન જમાના ઉપર પડેલી અને ભાવિ યુગ ઉપર પડનારી અસરો બતાવતું એક પણ ચરિત્રપુસ્તક આ દાયકે મળ્યું નથી. પૂજ્યભાવ, ગુણપૂજક બુદ્ધિ અને વ્યક્તિની જાહેર જીવનની સિદ્ધિઓથી પ્રેરાઈને તથા વાચકમાં નાયકના ગુણની પ્રતિષ્ઠા સ્થાપવાના આશયથી જ હજી ઘણુંખરાં ચરિત્રો લખાતાં માલૂમ પડે છે. માનવી સામાન્ય વિશેનું શાસ્ત્રીય અને શુદ્ધ જ્ઞાન : એમાંથી મેળવવા ઈચ્છતો વાચક ઘણુંખરું નિરાશ થતો હોય છે.
આમ છતાં હકીકતોની ઈતિહાસશુદ્ધ સામગ્રીને વ્યવસ્થિત સંગ્રહ કરતાં અને ચરિત્રનાયકના વ્યક્તિત્વનાં મહત્વનાં પાસાં સ્પષ્ટ કરતાં થોડાંક દળદાર ચરિત્રપુસ્તકો આ દાયકે મળ્યાં છે. એમાંથી આત્મલક્ષી બે ગાંધીજીની વિકાસકથા " આલેખતું પ્રભુદાસ ગાંધીકૃત “જીવનનું પરોઢ” તેમાંની હકીકતોની પ્રમાણભૂતતા, મનોવિશ્લેપણની સૂચકતા, નિરૂપણ કલાની રમ્યતા અને નાયકના આંતર સ્વરૂપનું વિકાસદર્શન કરાવતી તેના કર્તાની કાવ્યમય તેમજ સંયમપૂત દૃષ્ટિને કારણે આ દાયકાનાં ઉત્કૃષ્ટ ચરિત્રપુસ્તકોમાંનું એક છે.. એવો જ બીજો સમર્થ પ્રયત્ન “સરદાર વલ્લભભાઈ-ભાગ પહેલે માં શ્રી. નરહરિ પરીખે કર્યો છે. ૧૯૧૭ની ગોધરાની પહેલી ગુજ. રાજકીય પરિષદથી માંડીને ૧૯૨૯ની લાહેર કોંગ્રેસ સુધી તેમણે ભજવેલા મહત્ત્વપૂર્ણ રાજકીય ભાગને નિમિત્ત બનાવીને ગુજરાતના રાજકીય ઘડતરને કડીબંધ ઈતિહાસ વિસ્તારથી આ પુસ્તકમાં આલેખાય છે. મહાદેવભાઈની “વીર વલ્લભભાઈ અને “એક ધર્મયુદ્ધ” એ પુસ્તિકાઓમાંથી, “બારડોલી સત્યાગ્રહને