SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પર ૧૦ અજાણ્યા ઈતિહાસ-પ્રદેશમાંથી ઈષત વસ્તુ કે નાનકડો પાત્રસમૂહ ઉપાડી લઈને તેની આસપાસ પિતાની પ્રિય ભાવના ફલિત કરે તેવી અદ્દભુત અને રોમાંચક ઘટનાઓની ગૂંથણી કરવી તથા પિતાની કલ્પનાને ગમતાં પાત્રો ચીતરી કંઈક જાસૂસકથાને, કંઈક યુદ્ધકથાને, કંઈક પ્રણયકથાને અને કંઈક રાષ્ટ્રભક્તિની ભાવનાને રસ ચખાડવો એ આપણું ઐતિહાસિક નવલકથાકારાની સામાન્ય આદત થઈ પડી છે. મુનશી એ પરંપરામાં અગ્રજ છે અને ધૂમકેતુ અનુજ છે. સર્વ ઐતિહાસિક નવલકારે જાયેઅજાણ્ય પણ મુનશીના ઘણાખરા કસબોને અપનાવે છે. ક્રિયાશીલ, ચતુર અને સંજોગોના સ્વામી જેવાં તેજદાર પાત્રો, જિજ્ઞાસાપષક અને વર્ધક ઘટનાઓ તથા ક્રિયાઓ, રસિક કાવ્યમય વર્ણને, સમકાલીન ભાતીગળ વાતાવરણ, અને એ બધાંની વચમાં રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યનિષ્ઠા, પ્રતિજ્ઞાપાલન, • સ્વાર્પણ અને અન્ય ગૌરવશીલ ભાવનાઓનાં ચમકતાં બિન્દુઓ મૂકવાં– એમ નવલકથાને આકર્ષકતા અર્પવામાં આપણું નવલકારો ઘણુંખરું મુનશીની કથાઓને આદર્શ સ્થાને રાખતા જણાય છે. અલબત્ત લેખકોને પિતાને વ્યક્તિત્વ, તેમની કૃતિઓને મુનશીનીનાથી નિરાળી બતાવે છે. ચુનીલાલ શાહની કૃતિઓમાં રોમાંચક અને અદ્દભુત પ્રસંગે પણ ગંભીર અને સ્વસ્થ રેલીમાં જ આલેખાય છે. વાર્તા માટે ઈતિહાસની ભૂમિકા નક્કર હકીકતોના લંબાણથી અને કવચિત તે શુષ્ક લાગે તેટલી પ્રચુરતાથી પણ તેઓ નિરૂપે છે. ક્રિયાને આવેગ તેમની કથાઓમાં હમેશાં મંદ હોય છે. ગુણવંતરાય આચાર્ય લખાવટમાં મુનશીની અસરકારકતા લાવવા મથે છે પણ પત્રકારની આદત તેમને છેડતી નહિ હોવાથી તેમની શૈલી ઘણીવાર છાપાંળવી કોટિની, ઉપરછલી અને અકારણ ઊર્મિલ બની બેસે છે. તેમનાં પાત્રોની ઊર્મિઓ, ભાવનાઓ તથા ક્રિયાઓ ઘણી વાર નાટકી લાગે છે. ધૂમકેતુ ભાવનાશીલ વાતાવરણને સોલંકી યુગની કથાઓમાં છાવરવાને સફળ પ્રયત્ન કરે છે. વાતાવરણ જમાવતી વર્ણનકલા અને ચંચળ, ઉસ્તાદ પાત્રોને સર્જન મુનશીની જેમ તેમને હાથ બેસી ગયેલ છે. પણ તેમની કથાઓમાં સંધર્ષનું તત્ત્વ તેના સ્વાભાવિક ક્રમમાં નહિ પ્રગટતાં જાસુસકથાઓની જેમ પૂર્વયોજિત કસબ અનુસાર બુદ્ધિના દાવપેચ દેખાડવા જ હાજર થતું હોય એમ જણાય છે. રમણલાલ અને મેઘાણી આ દાયકે પિતાની રૂઢ વાર્તાપદ્ધતિથી આગળ વધ્યા જણાયા નથી.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy