________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત આલેખતી 'દીપનિર્વાણ દશક આપી છે. ધાર્મિક કથાવસ્તુને નવલસ્વરૂપમાં વણતી ઋષભદેવ', “મહર્ષિ મેતારજ', “મસ્યગલાગલ આદિ તેમજ વિક્રમાદિત્ય હેમૂ', “ભાગ્યનિર્માણ “પ્રેમભક્ત કવિ જયદેવ” આદિ કથાઓ જયભિખ્ખએ ચટકદાર સંસ્કૃતમય શૈલીમાં નિરૂપી છે. રામચંદ્ર ઠાકુરે આમ્રપાલી” અને “મીરાં પ્રેમદીવાની'માં પ્રસિદ્ધ નાયિકાઓનો જીવનઝંઝાવાત અને પ્રેમશ્રદ્ધા આલેખ્યાં છે. મંજુલાલ દેસાઈએ “ભગવાન ચાણક્યનું પિતાની દષ્ટિએ દર્શન કરાવ્યું છે. ચંદ્રભાઈ કા. ભટ્ટે 'પ૭ને દાવાનળમાં બળવાનું રોમાંચક વાતાવરણ આલેખ્યું છે. આ ઉપરાંત ધનશંકર ત્રિપાઠીએ અને નૌતમ સાહિત્યવિલાસીએ પણ ઐતિહાસિક નવલે લખી છે.
છેલ્લાં પચીસ વર્ષની ઐતિહાસિક ઘટનાઓને વિષય બનાવતી કે તેનું વાતાવરણ આલેખતી “બંદીઘર (દર્શક)', “અણખૂટ ધારા '(અશ્વિનીકુમાર), પ્રભુ પધાર્યા’ અને ‘કાળચક્ર” (મેઘાણી), “ઝંઝાવાત’ ભા. ૧-૨ (રમણલાલ), “કાજળ કોટડી” (ઈશ્વર પેટલીકર), પાદરનાં તીરથ” ધીમુ અને વિભા(જયંતી દલાલ), ‘ઘુવડ બેલ્યું” (નિરુ દેસાઈ), “દેશદ્રોહી' (સ્વ. “પ્ર.'), “ભભૂકતી જવાળા' (રામુ અમીન) આદિ કલ્પનાપ્રધાન નવલકથાઓ આ દાયકે પ્રસિદ્ધ થઈ છે. એમાં આઝાદ હિંદ ફોજના બહાદુરીભર્યા મરણિયા રણુજગે જન્માવેલી “કદમ કદમ બઢાયે જા” અને “અધૂરા ફેરા’ જેવી નવલે પણ સમાવેશ પામી શકે.
આગલા દાયકાની ઊંચી કક્ષાની ઐતિહાસિક નવલે “જય સોમનાથ', કર્મયોગી રાજેશ્વર ', “રાજહત્યા', “અવંતીનાથ', “દરિયાલાલ', 'જગતના મંદિરમાં', “જળસમાધિ”, “ભારેલો અગ્નિ', “ક્ષિતિજ' (પૂર્વાર્ધ), “સોરઠ તારાં વહેતાં પાણી', “ચૌલાદેવી” ને “બંધન અને મુકિત –ની હરોળમાં આ દાયકાની “રૂપમતી' “ એકલવીર” “ગુજરાતને જય” ખંડ-૨, કર્ણાવતી ” “અવંતીનાથ” (ધૂમકેતુ), “મહર્ષિણ” “વતનને સાદ ” “દીપનિર્વાણુ” “જીવનનું ઝેર” “ભગવાન ચાણકય” “આમ્રપાલી' “મસ્યગલાગલ' આદિ નવલકથાઓ ગુણદષ્ટિએ સ્થાન પામે. “પ્રભુ પધાર્યા” બંદીઘર' અને “અણખૂટ ધારા” ને ગુજરાતની કલ્પનાપ્રધાન ઐતિહાસિક નવલેમાં ગૌરવભર્યું સ્થાન મળે. આમ સંખ્યા કે ગુણવત્તામાં ઐતિહાસિક નવલ પરત્વે આ દાયકે ગયા દાયકાથી જરા પણ ઊતરે તે નથી.
આ એતિહાસિક નવલેમાં પ્રણય, વીર, અદ્દભુત કે કરૂણ જેવા રસોનું તેમજ સ્થળ કાળ અને પાત્રોનું વૈવિધ્ય મુગ્ધ કરે તેવું છે. પરિચિત કે -