________________
ગ્રંથકા-પિતાવલિ
૧૦૩ લેખનકાર્યમાં આત્મશ્રદ્ધા બેસતાં શ્રી શુકલે સૌથી પ્રથમ ચેખાવની વાર્તાઓને અનુવાદ કર્યો અને તેના બે સંગ્રહ પ્રસિદ્ધ કર્યા. પછી તે કાકાસાહેબની છત્રછાયામાં તેમની પ્રવૃત્તિ મહેરતી ગઈ અને શૈલી પણ ખીલતી ગઈ–જે કે કાલેલકર ઉપરાંત તેમના ભાઈ શ્રી. ચંદ્રશંકર શુકલ, ગાંધીજી અને અમુક અંશે મુનશીની શિલીની અસર તેમનાં લખાણોમાં વરતાયા વિના રહેતી નથી.
- “સરિતાથી સાગર' શ્રી શુકલની શ્રેષ્ઠ કૃતિ છે. એમાં તેમણે ગાંધીજીની અતિહાસિક દાંડીકૂચનું જીવંત અને પ્રમાણભૂત વર્ણનચિત્ર આપેલું છે. પારસમણિના સ્પર્શથી લેહનું સુવર્ણ થઈ જાય એવી ગાંધીજીના એ વીસ દિવસના અંત પ્રેરિત યુદ્ધપ્રવાસની ચમત્કારિક અસર તેમણે વર્ણવી બતાવી છે. મહાત્માજી અને તેમના સૈનિકોને કેન્દ્રમાં રાખીને ગુજરાતનાં ગામડાંમાં આવેલ ચેતન, દેશભરમાં જાગેલ આન્દોલન અને રાજ્યસત્તાને થયેલ સંભનું એકી સાથે યથાર્થ દર્શન તેમાં તેમણે કરાવ્યું છે. વળી દાંડીકૂચના બનાવને ઈતિહાસની હકીકત તરીકે કેવળ વર્ણનાત્મક કે કથનાત્મક શૈલીમાં કહી જવાને બદલે તેમણે તેની સાથે
ડોક કલ્પનાનો સંભાર પણ ભર્યો છે. બીજા અનેકેની જેમ ત્રણ જુવાન વિદ્યાર્થીઓને સત્યાગ્રહીઓની સાથે પ્રવાસ કરતા કલપીને લેખકે દાંડીકુચના પ્રત્યેક દયે પાડેલી છાપને આત્મલક્ષી રંગે રંગવાની ઠીક અનુકૂળતા કરી લીધી છે. તેમાં નિરૂપાયેલી પ્રકૃતિની પ્રસન્નગંભીર ભૂમિકા અને લેખકની સ્મૃતિમાંથી સ્વયમેવ સરી પડતા કાવ્યદ્દગારે પુસ્તકમાંના ભવ્ય ને સઘન ઈતિહાસ-ચિત્રને સુંદર ઉઠાવ આપે છે. ગાંધીજીએ પ્રજાને કરાવેલી સ્વરાજ્ય-યાત્રાના અદ્દભુત ને અમર પ્રસંગ દાંડીકૂચ પર મહાકાવ્ય તે રચાય ત્યારે ખરું; પણ તેની ઈતિહાસશુદ્ધ હકીકતને સુંદર ચિત્રરૂપે સાકાર કરીને શ્રી શુકલે એને ચિરકાળ પર્યત-નિદાન મહાકાવ્યને લખનાર આવે ત્યાં લગી-લોકકલ્પનામાં મઢી લેવાનું ઈષ્ટ કાર્ય કર્યું છે એ તેમની નહાનીસૂની સાહિત્યસેવા નથી.
કાકાસાહેબની હળવી અને પ્રસન્નગંભીર શૈલીનું સફળ અનુસરણ કરતું “ગુજરાતની લોકમાતાઓ નામનું પુસ્તક શ્રી શુકલનું બીજું વિશિષ્ટ અર્પણ છે. એમની આ પ્રકારની ગદ્યકૃતિઓ આ દાયકાના એક આશાસ્પદ નિબંધિકાકાર તરીકે શ્રી. શિવશંકરને પરિચય: કરાવે છે. તેમની પાસે વાચન, અવકન, અનુભવ, કલ્પના અને વર્ણનશક્તિનું સારું એવું ભાતું છે.