________________
શિવશંકર પ્રાણશંકર શુકલ શ્રી. શિવશંકર શુકલને જન્મ તેમના વતન ગોધરા ખાતે શ્રીગેડ બ્રાહ્મણ જ્ઞાતિમાં ઇ. સ. ૧૯૦૮ માં થયે હતો. તેમના પિતાનું નામ પ્રાણશંકર દુર્ગાશંકર અને માતાનું નામ રેવાબહેન. પત્નીનું નામ શારદાબહેન. લગ્નસાલ ઈ. સ. ૧૯૩૪.
પ્રાથમિક અભ્યાસ ગોધરામાં પૂરો કરીને શ્રી. શુકલે માધ્યમિક પહેલાં ત્રણ ધોરણો અમદાવાદની સરકારી મિડલ સ્કૂલમાં અને પછીનાં બે આર. સી. હાઈસ્કૂલમાં પૂરાં કર્યા હતાં. એટલામાં અસહકારની લડત શરૂ થતાં, તેઓ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયા અને ત્યાં જ મેટ્રિક સુધી ભણ્યા. ઇ. સ. ૧૯૨૪ માં તેઓ એ વખતે ગાંધીજીની દોરવણી નીચે રાષ્ટ્રિય શિક્ષણ આપતા ગુજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં દાખલ થયા અને ૧૯૨૭માં એ જ સંસ્થામાંથી પ્રાચ્યવિદ્યાના સ્નાતક થઈને બહાર આવ્યા. આયુર્વેદ તેમને પ્રિય અભ્યાસવિષય હતો. એમને તે વિષયને અભ્યાસ એટલે સંગીન હતા કે પૂનાની આયુર્વેદ કૉલેજમાં એક વર્ષ અધ્યાપક તરીકે કામ કરવાની તક તેમને સાંપડી હતી. પછી તો તેમણે રીતસર વૈદ્યને ધંધો શરૂ કર્યો. અમદાવાદ, ગોધરા અને શહેરામાં કેટલાંક વરસ તેમણે સ્વતંત્ર દવાખાનું ચલાવ્યું હતું. ઈ. સ. ૧૯૪૬ માં વિષમ કૌટુંબિક પરિસ્થિતિને કારણે તેમનું ચિત્ત થોડે વખત અસ્વસ્થ રહ્યું હતું. પછી સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેઓ ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં સહાયક ગ્રંથપાલ તરીકે જોડાયા હતા. હાલ તેઓ અમદાવાદના મજુર મહાજનના પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે કામ કરે છે.
શ્રી શિવશંકરે લેખન-પ્રવૃત્તિને આરંભ ભદ્ર-વ્યાયામશાળાના હસ્તલિખિત માસિકથી કર્યો હતો. વિદ્યાપીઠમાં જોડાયા બાદ સાબરમતી' માસિકનું તંત્ર સંભાળવાની ફરજ આવી પડતાં તેમની સાહિત્ય-પ્રવૃત્તિને સારે વેગ" મળે. ગ્રંથપાલના વ્યવસાયે તેમના વાચનને બહુવિધ બનાવ્યું. કાલિદાસ, જિબ્રાન, ચેખાવ, ટેલિસ્ટોય, ટાગોર, ગાંધીજી અને કાલેલકર તેમના પ્રિય ગ્રંથકાર છે. ભૂગોળ, વૈદક, વનસ્પતિઓ, પ્રકૃતિસૌન્દર્ય અને મજુરજીવન એમ વિવિધ વિષયે માટે શોખ તેમનું રચિવૈવિધ્ય બતાવે છે. ભિન્ન ભિન્ન વિષય પર તેમણે છૂટક લેખે રૂપે તેમજ ગ્રંથસ્વરૂપે રસાળ અને સત્વશીલ લખાણ ઠીક પ્રમાણમાં કરેલું છે.