________________
ગ્રંથકાર-પશિતાવલિ
લેખનને પ્રારંભ આગ્રા શહેરથી થયો. ત્યાં પંડિતજીએ પંચપ્રતિક્રમણ ', “ચાર કર્મગ્રંથ', “ગદર્શન', અને ગર્વિશિકા નું સંપાદન કર્યું. આ સંપાદનોએ તેમની વિદ્વત્તાને પંડિતવર્ગમાં પ્રતિષ્ઠિત કરી. આ પછી મહાત્માજીએ અમદાવાદમાં સ્થાપેલ “ગૂજરાત વિદ્યાપીઠ'ના પુરાતત્ત્વ વિભાગમાં તેમની ભારતીય દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે નિમણૂંક થઈ. અહીં તેમણે પંડિત શ્રી. બહેચરદાસજીના સહકારથી મહાન જેન દાર્શનિક શ્રી. સિદ્ધસેન દિવાકરરચિત “શ્રી સમેતિતર્ક'નું સંપાદન કર્યું. આ સટીક મૂળ ગ્રંથના પૂરા પાંચ ભાગોના સંપાદન અને છઠ્ઠા ભાગમાં તેના વિવેચને પૂરાં દસ વર્ષ જેટલે તેમને સમય લીધો. આ દરમિયાન તેમણે ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રનું તથા “ન્યાયાવતારનું ગુજરાતીમાં તેના અનુવાદ સહિત સંપાદન કર્યું. ત્યારબાદ ઇ. સ. ૧૯૩૩માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે તેઓ જોડાયા. ત્યાં રહી શ્રી. યશવિજયજીકૃત જેન તકભાષા” અને “જ્ઞાનબિંદુ', તેમજ શ્રી. હેમચંદ્રાચાર્યકૃત “પ્રમાણુમીમાંસા'નું સંપાદન ટિપ્પણ. તેમજ વિસ્તૃત પ્રસ્તાવના સહિત તેમણે પ્રગટ કર્યું. સંસ્કૃત ગ્રંથનાસંપાદન-સંશોધનની પદ્ધતિમાં આ કૃતિએ ન જ ચીલે પાડો. પં. જયરાશિત “તો પપ્લવ' ગ્રંથના સંશોધને એમની જૈનેતર દર્શને વિષેની પ્રતિષ્ઠાને ગૌરવ અપાવ્યું. તાજેતરમાં બદ્ધ ન્યાયશાસ્ત્રોના સુપ્રસિદ્ધ ગ્રંથકાર પં. ધર્મકીરિચિત હેતુબિંદુ'ની અર્ચટકૃત ટીકા અને દુર્વેકકૃત અનુટીકાના સંપાદન દ્વારા તેમણે બદ્ધ દર્શનના ઈતિહાસ પર નવો પ્રકાશ ફેંકયા છે.
વિદ્યા માટેનાં તેમનાં તપ, ત્યાગ ને તિતિક્ષા અપૂર્વ છે. હૃદય અને બુદ્ધિની સમતુલા, જ્ઞાન અને સંસ્કારને પ્રકાશ અને ચિંતનશીલ પ્રતિભાએ તેમને માલિક વિચારક અને તત્ત્વચિંતક બનાવ્યા છે. સર્વ દર્શનનો તુલનાત્મક સમન્વય સાધવાનું કૈશલ એ પંડિતજીની ખાસ વિશેષતા છે. સામાન્યતઃ જૈન ધર્મનાં મૂલ તો પ્રતિ તેમનું વલણ હોવા છતાં તેમની દૃષ્ટિ હમેશાં અસાંપ્રદાયિક રહી છે.
તેમના જીવન ઉપર સમર્થ ભારતીય ચિંતકે અને સંતોના જીવન તેમ જ ગ્રંથાએ પ્રાથમિક અસર કરી છે; મહાત્માજીના જીવને તેમની સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓને વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી હિંદમાં આવ્યા બાદ તેમની લેખનપ્રવૃત્તિમાં વેગ આવ્યો.
પંડિતજીને ભારતીય પ્રાચીન સાહિત્ય, વ્યાકરણ, દર્શન, અલંકાર પુરાણ, અર્થશાસ્ત્ર આદિ વિષયે તરફ સહજ પક્ષપાત છે. તેમના પ્રિય લેખનવિષયો તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજ અને ઇતિહાસ રહ્યાં છે.