________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ દીધેલ હોવા છતાં તેમનું વલણ હમેશાં અભ્યાસશીલ રહ્યું હતું. બાર-તેર વર્ષના તેઓ હતા ત્યારથી છાને ખૂણે નાનાં મોટાં માસિકમાં ગદ્યપદ્ય લખાણે આપવાનું શરૂ કરેલું. તેમણે રચેલા પહેલા પદ્યની પંક્તિ કરી છે બેલ પર સવારી, અરે ભૂતનાથ ભિખારી!'-મહાદેવની સ્તુતિ માટેની હતી. પંદર વર્ષની ઉમરે જામનગરમાંથી પ્રગટતા “અંકુશ’ નામના સામયિકમાં વિવિધ લેખકનાં પુસ્તકમાંથી વીણેલા સુવિચારે સુજ્ઞાનમાળા” શીર્ષક હેઠળ તેઓ આપતા હતા. ત્યારબાદ “રંગરાગ’ નામના એક સાપ્તાહિકમાં કેટલીક વાર્તાઓ પણ તેમણે છપાવેલી હતી. એમનું પ્રથમ કાવ્ય “સતીને શાપ” “હિંદુસ્તાન પ્રજામિત્ર'ના. દીપોત્સવી અંકમાં પ્રગટ થયું હતું. આમ ઉત્તરોત્તર શિષ્ટ માસિકોમાં તેમને સ્થાન મળવા લાગ્યું, તેવામાં જ તેમના ગુરુ શ્રી. રામેશ્વરદત્ત શર્માએ સંસ્કૃત સાહિત્યને તેમને રસ ચખાડવાને પરિણામે તેઓ કાલિદાસ અને ભવભૂતિનાં કાવ્યનાટકોના રસિક અભ્યાસી બન્યા. આના ફળરૂપે તેમની પ્રથમ ગ્રંથાકારે છપાયેલી કૃતિ “રામસંહિતા'માં ધર્મગ્રંથ ને પુરાણોમાંથી વીણેલા
કેનાં શિષ્ટ ને પ્રવાહી ભાષાંતરે, “સમજ્ઞાન રાવત ને “શાપિત શકુંતલા 'ના નામે અનુવાદ અને “મેઘતૂતની અનુકૃતિ રૂપે “ચંદ્રદત ” નામનું કાવ્ય ગુજરાતી સાહિત્યને મળ્યાં. તેમનાં કાવ્યોની શુદ્ધિ તરફ તેમનું પ્રથમ વાર ધ્યાન દોરનાર શ્રી. રામનારાયણ વિ. પાઠક હતા. '
તેમની વિદ્વત્તા અને ક્લાપ્રિયતાથી હાલ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત લેખક મિલન, મુંબઈ લેખક મિલન, P. H. N. ગુજરાતીના અધ્યાપકોને સંધ આદિ સંસ્થાઓ સાથે સક્રિય સભ્ય તરીકે સંકળાયેલા છે. તેમની મોટા ભાગની કૃતિઓના પ્રકાશક તેઓ જાતે જ બન્યા છે; કેમકે તેમની અગાઉની કૃતિ “શાપિત શકુંતલા' પ્રગટ કરતાં પ્રકાશાની વેપારી વૃત્તિને પિતાને કડવો અનુભવ થયો હતો એમ તેઓ
રંગીન અને વાસ્તવલક્ષી કરતાં વિશેષે કરીને શિષ્ટ અને ભાવનાપ્રધાન કાવ્યકતિઓને પ્રૌઢ અને પ્રાસાદિક સંસ્કૃત ભાષા-સાહિત્યના સંસ્કારવાળા સ્વસ્થ અને બાજુ ભાષા-શૈલીમાં નિરૂપીને શ્રી. મનસુખલાલે નવીન ગુજરાતી કવિસમુદાયની પ્રથમ પંક્તિમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનાં વિવેચને રસિક અને કુશળ અભ્યાસના, લલિત અને સંમાજિત રેલીમાં લખાયેલા, કર્તા, કૃતિ કે વાદચર્ચા ઉપરના મનનીય અભ્યાસલેખે છે.