________________
મનસુખલાલ મગનલાલ ઝવેરી
કાવ્યો, વિવેચનલેખ અને અધ્યાપનકાર્યથી ગુજરાતમાં જાણીતા થયેલા શ્રી. મનસુખલાલનો જન્મ ઈ. સ. ૧૯૦૭ના ઓકટોબર માસની ત્રીજી તારીખે જામનગરમાં થયેલા. તેમના પિતાનું નામ મગનલાલ ઝવેરી અને માતાનું નામ જડાવબહેન. તેમની જ્ઞાતિ નાગોરી વણિકની. ઈ. સ. ૧૯ર૭માં શ્રી. હસમુખગૌરી સાથે તેમનું લગ્ન થયેલું છે.
જામનગરની તાલુકા હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લઈ ત્યાંની વિભાજી ઇંગ્લિશ સ્કૂલ અને નવાનગરની હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ૧૯૩૧ માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી ભાવનગરની શામળદાસ કેલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો. ત્યાંથી ૧૯૩૫માં ગુજરાતી અને સંસ્કૃત અંચ્છિક વિષય લઈને બી. એ.માં પ્રથમ વર્ગમાં પસાર થવાથી તેમને પીતાંબરદાસ પારિતોષિક, તથા લોર્ડ નોર્થકેટ, ગૌરીશંકર અને ભાવનગર સાહિત્ય પરિષદના ચંદ્રક એનાયત થયા તેમજ બે વર્ષ માટેની કેલેજની ફલેશિપ પણ પ્રાપ્ત થઈ ત્યારબાદ ઈ. સ. ૧૯૩૭માં એમ. એ.માં ગુજરાતી મુખ્ય વિષય લઈને તેઓ બીજા વર્ગમાં ઉત્તીર્ણ થયા. પછીથી થોડાંક વર્ષો મુંબઈની રૂઈઆ કોલેજમાં અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કરીને હાલ તેઓ મુંબઈની સેન્ટ ઝેવીઅર્સ કોલેજમાં તે જ વિષયના અધ્યાપક તરીકે કામગીરી બજાવી રહ્યા છે.
તેમના જીવન ઉપર સૌથી વધુ પ્રબળ અસર પાડનાર તેમના મમતાળ અને બુદ્ધિશાળી દાદાજી શ્રી. હરજીવનદાસ રતનશી ઝવેરી અને તેમના ગુરુ શ્રી. રામેશ્વરદત્ત શર્મા–એ બે વ્યક્તિવિશેષો અને “શ્રીમદ્ ભગવદ્દગીતા” તથા “સરસ્વતીચંદ્ર' એ બે ગ્રંથમણિઓ છેઃ તેમના જીવનને ઉદ્દેશ તેમની કાવ્યભાવના દ્વારા તે કહી જાય છે. “સામાન્યના રાગ ને ઠેષ વચ્ચે રાખી . હૈયાપાંખડીને અડેલ, આત્મા કરી વર્ષથી સત્કલાને.” તેમનો પ્રિય લેખક મલિદાસ, માની ગ્રંથ “ભગવદ્દગીતા', મનગમતે સાહિત્યપ્રકાર કાવ્ય, અને પ્રિય અભ્યાસવિષય કલામીમાંસા છે.
હાઈસ્કૂલના છઠ્ઠા ધોરણ પછી છ વર્ષ લગી તેમણે અભ્યાસ તજી