________________
મલાદ ચંદ્રશેખર દીવાનજી . શ્રી. દીવાનજીને જન્મ વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં ઈ. સ. ૧૮૫૧ની ૨૮મી જૂનના દિવસે તેમના મૂળ વતન સુરતમાં થયેલો. તેમના પિતાનું નામ શ્રી. ચંદ્રશેખર અને માતાનું નામ શ્રી. ઈશાનગૌરી. તેમનું લગ્ન ઈ. સ. ૧૯૧૦માં શ્રી. ઊર્મિલાદેવી સાથે થયું છે.
તેમણે પ્રાથમિક શિક્ષણ ભરૂચની મ્યુનિસિપલ શાળામાં, માધ્યમિક ભરૂચ, નડિયાદ અને સુરતની હાઈસ્કૂલમાં, અને ઉચ્ચ શિક્ષણ મુંબઈની વિલ્સન કોલેજ તથા વડોદરા કૉલેજમાં લીધું હતું. તેઓ ઈ. સ. ૧૯૦૫માં બી. એ., ૧૯૦૭માં એમ. એ. અને ૧૯૦૮માં મુંબઈની લે સ્કૂલમાંથી એલએલ. બી. થયા. ૧૯૧૨માં તે જ સંસ્થામાંથી તેઓ એલએલ. એમ. પણ થયા. તેમણે ૧૯ ૦૯થી૧૦ સુરતમાં વકીલાત કરી; ૧૯૧૦–૧૫ મુંબઈ હાઈકોર્ટમાં ટ્રાન્સલેટર અને ઈન્ટરપ્રીટર તરીકે કામ કર્યું અને ૧૯૧૫થી'૪૦ સુધી ન્યાયખાતામાં ઉચ્ચ અધિકારી તરીકે કામગીરી બજાવેલી. તેમાંથી નિવૃત્ત થતાં ૧૯૪૦થી ઍડવોકેટ તરીકે તેમને વ્યવસાય ચાલુ છે અને તેમાંથી મળતા નવરાશના સમયમાં તેઓ શક્ય તેટલી સાહિત્યસેવા કરે છે.
લેખનપ્રવૃત્તિની શરૂઆત તેમણે ઈ. સ. ૧૯૧૫માં ‘નવજીવન'માં નવજીવન અને સત્ય' નામને લેખ આપીને અને “ Indian Review'માં Judicial administration in antimohomedan times' નામને અંગ્રેજી લેખ લખીને કરી. ત્યારબાદ અંગ્રેજી-ગુજરાતી સામાયિકમાં લેખ લખીને અને ગુજરાતી સાહિત્ય પરિષદો કે નડીઆદ, બોરસદ, અમદાવાદ, વલસાડનાં સાહિત્યમંડળો જેવી સંસ્થાઓમાં અભ્યાસલેખ વાંચીને કે વ્યાખ્યાન આપીને પોતાની લેખનપ્રવૃત્તિને આજ સુધી તેમણે સજીવ રાખી છે. તેમનું પ્રથમ પુસ્તક 'Guide to the Bombay Presidency: ઈ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયેલું.
શ્રી. હંસસ્વરૂપ, શ્રી. સચ્ચિદાનંદ, શ્રી. અરવિંદ આદિ યોગીઓએ તેમજ સ્વ. મણિલાલત ગીતાનું ભાષાંતર, નરસિંહ મહેતાનાં અદ્વૈત વેદાંતનાં પદો, શ્રીમદ્દ ભગવદ્દગીતા ને ઉપનિષદો, બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય, યોગસૂત્ર, હઠગ પ્રદીપિકા, મધુસૂદન સરસ્વતીની ગીતા ઉપરની ટીકા, અદ્વૈતસિદ્ધિ, સિદ્ધાન્તબિન્દુ અને પ્રસ્થાનભેદ આદિ ધર્મ-તત્વજ્ઞાનના