SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ A * ગ્રંથ અને ગ્રંથાર ૫, ૧૦ ‘નર્મદાદર્શન' વગેરે ગદ્યલેખે એમની ઊગતી સાક્ષરતાના નમૂના છે. ઈ. સ. ૧૯૧૫ માં “ભામિનીવિલાસને સમલૈકી અનુવાદ તેમણે કર્યો હતો. યથાશક્તિ જ્ઞાતિસેવા કરવી અને વિદ્યોત્તેજક પ્રવૃત્તિઓ ચલાવવી એ તેમનું મુખ્ય ધ્યેય રહ્યું છે. તેમના જીવન ઉપર તેમના પિતા તેમજ મોટાભાઈ શ્રી. હરિકૃષ્ણના ધાર્મિક વિચારો અને આધ્યાત્મિક સંસ્કારની પ્રબળ અસર પડી છે. કૅલેજ સમય દરમિયાન પ્રો. મનુભાઈ નંદશંકર મહેતા અને શ્રી. અરવિંદ ઘોષે પણ તેમના વ્યક્તિત્વ ઉપર છાપ પાડેલી. | સર્વોત્તમ નવલકથાકાર તરીકે ગોવર્ધનરામ, વેદાંત સંબંધી લેખ માટે મણિલાલ, વિવેચને માટે આનંદશંકર, નીતિ-બેધ માટે દલપતરામ અને તત્વજ્ઞાનની કવિતા માટે નરસિંહ અને અને તેમના પ્રિય લેખકે રહ્યા છે. ‘ભાગવત', ‘સરસ્વતીચંદ્ર, અને શંકરાચાર્યના ગ્રંથ તેમને મનનના મુખ્ય વિષય રહ્યા છે. કાવ્યો અને નિબંધ લખવા તરફ તેમનું ખાસ વલણ છે. ધર્મ અને તત્ત્વજ્ઞાન તેમના લેખનના મુખ્ય વિષયો છે. દલપતરીતિના કવિ તરીકે ગયા જમાનામાં જે કેટલાક કવિઓ લોકપ્રિયતા પામેલા તેમાંના એક શ્રી. ભટ્ટ પણ છે. શિષ્ટ અને સરળ ભાષા, સુગેય ઢાળ અને શુદ્ધ સંસ્કૃત વૃત્તોને ઉપયોગ કરીને એમણે સહૃદયને કાવ્યો દ્વારા ધર્મોપદેશ આપવાને નોંધપાત્ર પ્રયત્ન કર્યો છે. આજ સુધીમાં પ્રગટ થયેલી એમની વિવિધ કૃતિઓ અને અનેક અપ્રગટ લેખે તેમની લેખનનિષ્ઠા અને ઉત્સાહના સચોટ પુરાવારૂપ છે. કૃતિઓ કતિનું નામ પ્રકાર રચના- પ્રકાશન– પ્રકાશક મૌલિક સંપાદન સાલ સાલ કે અનુવાદ ? ૧. ભામિની – કવિતા ૧૯૦૨– ૧૯૧૫ મગનલાલ નભે- અનુવાદ વિલાસ ૧૯૦૧ રામ પાઠક ૨. મયૂરધ્વજ કવિતા ૧૯૦૯ ૧૯૨૩ પતે મૌલિક આખ્યાન ૩. ભીમ ચાતુર્ય એકાંકી ૧૯૧૨-૧૩ ૧૯૨૩ નાટિકા ૪. ગુખેશ્વર સ્તોત્ર કાવ્ય ૧૯૨૩ ૧૯૨૩ અનુવાદ ૫, કાવ્યગંગ ૧૯૧૫ થી ૧૯૨૫ ભા, ૧-૨-૩ મૌલિક ૧૯૨૪
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy