________________
પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ શ્રી. પુરુષોત્તમ ભટ્ટને જન્મ તેમના મૂળ વતન રાંદેરમાં ઈ. સ. ૧૮૭૭ના સપ્ટેમ્બરની ૯ મી તારીખે ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલ. તેમના પિતાનું નામ જોગીભાઈ અને માતાનું નામ ધનકર. તેમનું પ્રથમ લગ્ન . સ. ૧૮૮૬ માં શ્રી. મહાલક્ષ્મી સાથે થએલું. દ્વિતીય લગ્ન શ્રી. તારાગૌરી સાથે ઈ. સ. ૧૯૦૩ માં અને તૃતીય લગ્ન ઈ. સ. ૧૯૧૬ માં શ્રી. નિર્મળાગૌરી વેરે થયેલું, પરંતુ ઈ. સ. ૧૯૩૮ માં તેમનો પણ સ્વર્ગવાસ થતાં હાલ તેઓ વિધુરાવસ્થા ભોગવે છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે રાંદેરમાં લીધેલું. ધોરણ ૧ થી ૪ ત્યાંની ખાનગી અંગ્રેજી શાળામાં અને પ થી ૭ સુરતની મિશન હાઈસ્કૂલમાં તેઓ ભણ્યા હતા. ઇ. સ. ૧૮૯૫ માં તે જ હાઈસ્કૂલમાંથી તેઓ મૅટ્રિક પાસ થયા અને શાળામાં પ્રથમ નંબરે આવવાથી પારિતોષિક પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ઈ. સ. ૧૮૯૮ માં અંગ્રેજી અને સંસ્કૃત ઐસિક વિષયો લઈ તેમણે બી. એ. ની પરીક્ષા વડોદરા કોલેજમાંથી બીજા વર્ગમાં પસાર કરી હતી. તે જ કોલેજમાં તેઓ ફેલે નિમાયેલા. કોલેજ છોડ્યા પછી સરકારી મહેસૂલી ખાતામાં તેમણે નોકરી લીધી હતી. નોકરી અંગે તેઓ ગોધરામાં હતા ત્યારે કાયદાને અભ્યાસ શરૂ કર્યો. નોકરી કરતાં કરતાં ઈ. સ. ૧૯૧૫ માં તેઓ એલએલ. બી. થયા. નોકરી દરમિયાન મામલતદાર, પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને કલેકટરના ચિટનીસ તરીકે સારી કામગીરી બજાવ્યા બદલ ઈ સ. ૧૯૩૦ માં તેઓ નિવૃત્ત થયા ત્યારે સરકારે તેમને રાવસાહેબને ખિતાબ એનાયત કર્યો હતે. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ખંભાત રાજ્યમાં સાત વર્ષ સુધી ચીફ રેવન્યુ ઓફિસર અને નાયબ દિવાન તરીકે તેમણે કામ કર્યું હતું. ઈ. સ. ૧૯૩૯માં ત્યાંથી નિવૃત્ત થયા ત્યારથી અમદાવાદમાં કાયમના નિવાસ કરીને તેઓ શાંતિમય જીવન ગાળી રહ્યા છે.
સરકારી નોકરી લેખનપ્રવૃત્તિને અનુકૂળ નહિ હોવાથી સાહિત્ય તરફની અભિરુચિ કૅલેજકાળથી હોવા છતાં તેમની લેખનપ્રવૃતિને પૂરે વિકાસ થઈ શક્યું નહિ. લેખનની શરૂઆત તેમણે કોલેજ મેગેઝીનમાં ગુજરાતી તથા અંગ્રેજી ગદ્યપદ્ય લેખે લખીને કરેલી. સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યવાચનને ખાસ શેખ હોઈ તેમણે વિવિધ સંસ્કૃત . તેમજ અંગ્રેજી કૃતિઓના અનુવાદ પણ કરવા માંડયા. “સરસ્વતીચંદ્રનું પૂર્વાસ્વાદન',